તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th August 2026
સ્ટેટ રાઇફલ શુટીંગ કોમ્પીટીશનમાં અન્ડર-૧૭ કેટેગરીમાં યાશી પોબારૂએ મેદાન માર્યું
ફર્સ્ટ રેન્ક મેળવી ૧૩ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવ્યો

રાજકોટ તા.૧૨: ગત ૮મી તારીખે અમદાવાદ ખાતે યોજાયેલી CISCE NWR સ્ટેટ રાઇફલ શુટીંગ સ્પર્ધામાં અન્ડર-૧૭ કેટેગરીમાં ૧૩ વર્ષની વયે યાશી નંદન પોબારૂએ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
યાશીની આ સફળતાને ચારેકોરથી વધાવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય કક્ષાની શુટીંગ સ્પર્ધામાં તેઓ આગળ વધે તેવી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(2:59 PM IST)










