તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
લોકમેળાના રાઇડસ સંચાલકોએ ‘ધોકો' પછાડયો ખાલી રહેતી જગ્યામાં નાની ચકરડી મુકવાની મંજુરી આપો
હરરાજી વખતે રજુઆતો બાદ હવે કલેકટરને આવેદન પાઠવી માંગણી કરાશે

રાજકોટ, તા., ૧રઃ લોકમેળાની તૈયારીઓ વચ્ચે રાઇડ્સ સંચાલકો દ્વારા એક મહત્વપૂર્ણ માંગણી ઉઠાવવામાં આવી છે. મોટા યાંત્રિક ઝૂલા અને રાઇડ્સ ચલાવતા સંચાલકોએ આ વર્ષે મેળામાં મોટી રાઇડ્સની સાથે નાની ચકરડીઓ પણ ગોઠવવાની મંજૂરી આપવા માટે રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટરને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવવામાં આવશે.મોટા યાંત્રિક ઝૂલા પ્લોટધારકોને નાના બાળકો માટેની ચકરડીઓ અને ફ્લેટ રાઇડ્સ મૂકવા દેવાની માંગ કરવામાં આવી છે. પાછલા સમયમાં સુરક્ષાના કડક નિયમો અને એન્જિનિયરિંગ સર્ટિફિકેટના કારણે રાઇડ્સ સંચાલનનો ખર્ચ ખૂબ વધી ગયો છે. નાની રાઇડ્સથી આર્થિક નુકસાન સરભર કરવામાં મદદ મળશે તેવી સંચાલકોની ધારણા છે. સંચાલકો મુજબ પ્લોટની ખાલી જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરીને નાની રાઇડ્સ સુરક્ષિત રીતે ગોઠવી શકાય તેમ છે. મોટા ઝૂલાઓમાં નાના બાળકો બેસી શકતા નથી, જેથી પરિવારો માટે નાની રાઇડ્સ ખૂબ જ જરૂરી બની રહે છે.રાજકોટ કલેક્ટર અને લોકમેળા અમલીકરણ સમિતિ સમક્ષ આ રજૂઆત કરવામાં આવશે.
(3:33 PM IST)










