તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
રણુજા સોસાયટીમાં યુ-ટયુબર રાહુલે ફાંસો ખાધોઃ સારવારમાં
કોમ્પ્યુટરમાંથી આઇડી ડિલીટ કરવા મામલે પત્નિ સાથે બોલાચાલી થતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રણુજા સોસાયટી-૧માં રહેતાં રાહુલ જીતેનદ્રભાઇ વ્યાસ (ઉ.વ.૩૨) નામના યુ-ટયુબર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઓનલાઇન આઇડી ડિલીટ કરવા મામલે પત્નિ સાથે ચડભડ થતાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રણુજા સોસાયટીમાં રહેતાં રાહુલ વ્યાસે પંખામાં ચાદર બાંધી દેહ લટકાવી દેતાં ઘરના સદસ્યો જોઇ જતાં તેને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રાહુલ બે બહેનનો એકનો એક નાનો ભાઇ છે. તે મુળ વેસ્ટ બંગાળનો વતની છે. હાલ પરિવાર સાથે રાજકોટ રહી હોટેલમાં નોકરી કરવાની સાથે સાથે યુ-ટયુબમાં વિડીયો પણ બનાવે છે. તેને સંતાનમાં એક દિકરી છે. પત્નિએ પોતાની આઇડી કોમ્પયુટરમાંથી ડિલીટ કરી નાંખવાનું કહેતાં આ વાતે બંને વચ્ચે બોલાચાલી થતાં માઠુ લાગવાથી તેણે ફાંસો ખાઇ લીધો હતો. આજીડેમ પોલીે વધુ તપાસ હાથ ધરી છે.
(2:39 PM IST)










