<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સદરના જૂના અને જાણીતા ‘‘શિવ સેન્‍ડવીચ''નો નવારંગરૂપ સાથે સોમવારથી શુભપ્રારંભ

 

રાજકોટઃ તા.૧૧: મોટીટાંકી ચોક, સદરના જૂના અને જાણીતા શિવ સેન્‍વીચવાળા દેવજીભાઇ ઓડેદરા નવા રંગરૂપ સાથે ફરી  બજારમાં આવી ગયા છે. ‘‘અકિલા'' પ્રેસની સામે મોટીટાંકી મેઇન રોડ ઉપર નવા જ કલેવર સાથે પૂનઃ શરૂ થવા જઇ રહેલ ‘‘શિવ સેન્‍ડવીચ''નો મંગલ ઉદ્‌ઘાટન સમારોહ તા.૧૭ના સોમવારે યોજાયેલ છે. સ્‍વાદપ્રેમીઓ-શુભેચ્‍છકોએ સાંજે ૭ થી રાત્રીના ૯ સુધી પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

તેઓએ જણાવ્‍યુ છે કે શિવ સેન્‍વીચ અલાયદો ટેસ્‍ટ ધરાવે છે. મરચૂ, હળદળ, ગરમ મસાલા ઘર બનાવટના ઉપયોગમાં લેવામાં આવે છે. બટરનો ઉપયોગ પણ અમુલનો જ કરવામાં આવે છે.

આ બ્રાંચ ઉપર મસાલા ટોસ્‍ટ, (લસણ ડુંગળી વગર) શિવ સ્‍પે. બટર મસાલા ટોસ્‍ટ, શિવ સ્‍પે. ચીઝ મસાલા ટોસ્‍ટ,  લસણ બટર મસાલા, બ્રેડ બટર, બ્રેડ બટર જામ, બ્રેડ બટર ચીઝ, બ્રેડ બટર ચીઝ જામ સહીતની આઇટમો ઉપલબ્‍ધ હશે.

ઉપરાંત વિવિધ જાતના સરબત તેમજ પોરબંદરની પ્રખ્‍યાત મોરી-મસાલા ખાજલી પણ શિવ સેન્‍ડવીચના કાઉન્‍ટર ઉપરથી મળી શકશે. બર્થ ડે પાર્ટી અને આફીસ પાર્ટીના ઓર્ડર બે દિવસ અગાઉ લેવામાં આવે છે. આ પૂનઃ શરૂ થવા જઇ રહેલ ‘‘શિવ સેન્‍ડવીચ''ની શાખા બદલ દેવજીભાઇ ઓડેદરા (મો. ૯૪૨૭૨ ૧૩૫૩૫) અને હાર્દીકભાઇ ઓડેદરા (મો.૯૫૩૭૨ ૮૦૯૮૦) ઉપર ચોમેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દેવજીભાઇ ઓડેદરા અને શિલ્‍પાબેન ઓડેદરા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોકભાઇ બગથરીયા)

(3:35 PM IST)