<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

દારૂના ગુનામાં ભલગામનો ભરત ધાધલ અને થાનગઢનો વિજય ખાચર પાસામાં

દારૂ સહિત ૬ ગુનામાં સંડોવાયેલો ભરત અમદાવાદની અને દારૂ- હથીયાર સહિત પાંચ ગુનામાં સંડોવાયેલો વિજય વડોદરા જેલમાં ધકેલાયોઃ ક્રાઇમબ્રાંચે બજવણી કરી

રાજકોટ તા.૧૧: રાજકોટ, થાનગઢ, વાંકાનેર અને મોરબી સહિતના પોલીસ મથકમાં દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બે શખ્‍સોની ક્રાઇમબ્રાંચે પાસાતળે અટકાયત કરી અલગ-અલગ જેલમાં ધકેલી દેવા કવાયત શરૂ કરી હતી.

રાજકોટમાં બે, થાનગઢમાં એક, મોરબી જીલ્લામાં દારૂ, ત્રાસ સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભરત પીઠુભાઇ ધાધલ (ઉ.વ.૨૭ રે.ભલગામ, તા.વાંકાનેર) ની ક્રાઇમબ્રાંચે પાસા તળે અટકાયત કરી અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવા કવાયત શરૂ કરી છે. જયારે રાજકોટમાં ચેન, થાનગઢમાં દારૂ, આર્મસ એકટ અને મારામારી સહિત પાંચ ગુનામાં સંડોવાયેલા વિજય જેઠુરભાઇ ખાચર (ઉ.વ.૩૪ રહે. થાનગઢ, નવાગામ રોડ, ઝાલાવાડ પોટરીની પાછળ, મફતીયાપરામાં)ની પાસા તળે અટકાયત કરી વડોદરા જિલ્લા જેલમાં ધકેલવા તજવીજ હાથધરી છે.

આ કામગીરી ક્રાઇમબ્રાંચ પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઇ. ડી.પી. ઝાલા, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, યસવંતભાઇ ભગત, હેડ કોન્‍સ્‍ટેબલ કરણભાઇ કોઠીવાળ, અમીતભાઇ ટુડીયા, કોન્‍સ્‍ટેબલ સંજયભાઇ અલગોતર અને અરવિંદભાઇ ફતેપરાએ કરી હતી.

(3:57 PM IST)