તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
રાજકોટ જીલ્લાના સસ્તા અનાજના પાંચ દુકાનદારોને ઝપટે લેતા DSO: કુલ ૮ લાખ ર૦ હજારનો દંડ

રાજકોટ, તા. ૧૧: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ઝાપડાએ સસ્તા અનાજની (ફેર પ્રાઈસ શોપ) દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરતા અનેક દુકાનદારોને દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી અનાજ વિતરણમાં વધઘટ સામે કરવામાં આવી છે.
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોના નિરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. આ નિરીક્ષણોમાં અનેક દુકાનોમાં અનાજના સ્ટોકમાં તફાવત, લાભાર્થીઓને યોગ્ય માત્રામાં અનાજ ન આપવું સહિતની ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોની તપાસ કરીને દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં કિશોરભાઈ જેઠાનંદ હેમનાણી જેતપુરને રૂ.૨,૨૯,૯૮૬ નો દંડ, જયંતીભાઈ ગોરધનભાઈ રાજપરા વિંછીયાને રૂ.૫૦,૬૩૨ ગાંડુભાઈ પોલાભાઈ ગુજરાતી કેરાળીને રૂ.૧,૫૩,૨૮૨ વારસકીયા લક્ષ્મીબેન રામજીભાઈ જામટીંબડીને રૂ.૨,૫૫,૪૫૪ નો દંડ અને બાલીયા મૌનાબેન સંજયભાઈ સાંખડાને રૂ.૧,૩૦,૮૦૪ સહિત કુલ રૂ. ૮,૨૦,૧૫૮ ની દંડની રકમ ફટકારવામાં આવી છે.(૬.૧૪)
(2:44 PM IST)










