<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

જૂગારના બે દરોડાં: ૭ મહિલા સહિત ૧૧ પત્તાપ્રેમીઓને પોલીસે પકડયા

ઉદયનગરમાં જ્‍યોતિબેનના ઘરમાં અને મનહરપુર-૧માં પ્રજાપતિ ચોકમાં માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસની કાર્યવાહીઃ રોકડ રકમ કબ્‍જે

રાજકોટ તા. ૧૧: જૂગારના વધુ દરોડા પોલીસે પાડયા હતાં. જેમાં મવડી રોડ ઉદયનગરમાં એક મહિલા સંચાલીત જૂગારધામમાં દરોડો પાડી તેના સહિત છ મહિલાને માલવીયાનગર પોલીસે પકડી લીધી હતી. જ્‍યારે યુનિવર્સિટી પોલીસે મનહરપુર-૧ના પ્રજાપતિ ચોકમાં જાહેરમાં પત્તા ટીચતા બે મહિલા સહિત પાંચને પકડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મવડી પ્‍લોટ ઉદયનગર-૧ શેરી નં. ૧૦માં શિવમ્‌ એવન્‍યુ-૨માં પાંચમા માળે ફલેટ નં. ૫૦૨માં રહેતાં જ્‍યોતિબેન યોગેશભાઇ ગોહેલ પોતાના ઘરમાં જૂગાર રમાડતાં હોવાની બાતમી પરથી માલવીયાનગર પોલીસે દરોડો પાડી તેના સહિત છ મહિલાને પકડી લઇ રૂા. ૧૩૫૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળતાં જ્‍યોતિબેનના ઘરમાં દરોડો પાડી તેને તથા જયશ્રીબેન અનિલભાઇ વિરાણી (રહે. ઉદયનગર-૧૩નો ખુણો, વિશ્વા પેલેસ ફલેટ), ભાવનાબેન દિલીપભાઇ ટાંક (રહે. ઉદયનગર-૧, શેરી નં. ૧૩, ચામુંડા કૃપા), માનસીબેન રમશેભાઇ અગ્રાવત (રહે. ઉદયનગર-૧૨, નારાયણ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૩), દિવ્‍યાબેન જયંતિભાઇ હુંબલ (રહે. ઉદયનગર-૨, શેરી નં. ૨/૧૦ મંગલમ) અને નયનાબેન અરવિંદભાઇ વિઠ્ઠલાણી (રહે. રોયલ એવન્‍યુ નાયરા પંપ પાસે બાપા સિતારામ ચોક)ને પકડી લીધા હતાં. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, સારંગભાઇ ઓગાણીયા સહિતની ટીમે દરોડો પાડયો હતો.

જ્‍યારે જામનગર રોડ મનહરપુર-૧ના ખુણે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી મવડી ચોકડી ક્રિષ્‍ના પાર્ક-૩ના મુકેશ ગોવિંદભાઇ રામાવણ, પ્રજાપતિ ચોક મનહરપુર-૧ના રાજેશ પરષોત્તમભાઇ રામાવત, કેકેવી ચોક પાસે ફૂટપાથ પર રહેતાં દામજી જાદવજીભાઇ કુબેર, બજરંગવાડી મેઇન રોડના ફતીજાબેન આમદભાઇ કુરેશી અને રેલનગર શીવાજી ચોકના મંજુલાબેન કનુભાઇ મોકરીયાને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૧૦૧૦૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્‍સ. નિલેષભાઇ વાવેચા, મુન્‍નાભાઇ ઢાપા સહિતે આ દરોડો પાડયો હતો

(2:57 PM IST)