તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Tuesday, 11th August 2026
શ્રીનાથજી ટ્રેડીંગમાંથી ભેળસેળ યુકત હળદર-ધાણાજીરૂ પાવડરનો રપ૭૦ કિલો જથ્થો પકડાયો : જુઓ વિડિયો
મનપા દ્વારા શહેરમાંથી અખાદ્ય ખોરાકનો નાશ કરવા ડ્રાઇવ અંતર્ગત વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાં કડક ચેકીંગ : શહેરના ૮૦ ફુટ રોડ સ્થિત મસાલા માર્કેટમાંથી ૨૦૧૭ની સાલમાં લેવાયેલ લાલ મરચા પાવડર અનસેફ જાહેરઃ વેપારીને ૧ માસની કેદ તથા ૧.પ૦ લાખનો દંડ

રાજકોટ, તા. ૧૧: ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૮ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ ૨૬૦૧ કિલો અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૦૮ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૮,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા તા.૧૮ એપ્રીલ-૨૦૧૭ ના રોજ મનહરલાલ ડાયાલાલ સાતા પાસેથી સ્થળ મસાલા માર્કેટ, ૮૦ ફૂટ રોડ, સોરઠિયા વાડી સર્કલ પાસે, નાગરિકબેન્ક પાછળ મુકામેથી લાલ મરચા પાવડર (લૂઝ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત નોન પરમીટેડ-પિન્ક-ઓરેન્જ કલર- ઓઇલ સોલ્યુબલ ડાઈ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. તેમજ નોન પરમિટેડ ઓઇલ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ -રાજકોટ સમક્ષ ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુની) કમલેશકુમાર આર. ગાગનાણી સાહેબે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ ની કલમ-૩(૧)(zz) અન્વયે અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી મનહરલાલ ડાયાલાલ સાતા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને ૧ માસની સાદી કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦/- ના દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે.
અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ ૧ માસની સજા ભોગવવાનો હૂકમ કરેલ છે. તથા કલમ ૩(૧)(zx) અન્વયે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-૫૧ ના ભંગ બદલ રૂ.૫૦,૦૦૦/- નો દંડ કલમ-૬૩ ના ભંગ બદલ રૂ.૫૦,૦૦૦/- નો દંડ મળી કુલ રૂ.૧,૫૦,૦૦૦ નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત શ્રીનાથજી ટ્રેડિંગઃ વિજય પ્લોટ ૧૮ ગોંડલ રોડ ખાતે આવેલ પેઢી માંથી નમુના લીધા બાદ સ્થગીત કરેલ જથ્થા પૈકી -લાલ મરચા પાવડર હળદર પાવડર તથા ધાણાજીરું પાવડર નો ફુલ મળી અંદાજી ૨૫૭૦ કિલોગ્રામ જથ્થો ભેળસેળ વાળું તથા કલરયુક્ત હોવાનું ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા સ્વીકાર કરતા સદરહુ જથ્થો SWM વિભાગના વાહનો દ્વારા નાસ કરેલ.
સુટ્ટો જી ભર કે (જય ગણેશ એન્ટરપ્રાઇઝ) વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ, રૈયા ચોકડી, ખાતે આવેલ પેઢી માંથી ૮ પેકેટ એક્સપાયરી બ્રેડ તેમજ ૪ બર્ગર બેઝ નો નાશ કરી રૂ ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
એગ્રીટેબલ ઇનકો. ઠાકોર દ્વારઃ શાષાીનગર, અજમેરા રોડ, ખાતે આવેલ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ. ૮ કિલો એક્સપાયર્ડ સિરિયલ પ્રોડક્ટ નો નાશ કરી રૂ ૩,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જલારામ ચાઇનીઝ એન્ડ પંજાબી માલધારી ફાટક થી સાઈબાબા સર્કલ રોડ, કોઠારીયા ખાતે આવેલ પેઢી માંથી ૨ કિલો વાસી અખાદ્ય બ્રેડ ના જથ્થાનો નાશ કરી લાઇસન્સ બાબતે નોટિસ આપેલ.
૧૪. રોલિટો વ્રેપ્સ એન્ડ મોરઃ વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ, રૈયા ચોકડી ખાતે આવેલ પેઢી માંથી ૮ પેકેટ એક્સપાયરી લિક્વિડ ચીઝ, ૧૫ કિલો, ૩ પેકેટ બ્રેડ, ૨ પેકેટ બર્ગર બેઝ નો નાશ કરી રૂ ૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રાધે વડાપાઉ, રવિ મદ્રાસ કાફે, ઠાકર દાળપકવાન, દિલ ખુશ પાણીપુરી, ઘનશ્યામ છોલે ભટુરે, બાલાજી છોલે ભટુરે, જય બજરંગ રેસ્ટોરન્ટ તથા સૂર્યા ઢોસાઃ માલધારી ફાટક થી સાઈબાબા સર્કલ રોડ, કોઠારીયાને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી
(3:04 PM IST)










