News of Monday, 10th August 2026
રાજકોટ શહેર પોલીસ બેડામાં વધુ એક બદલીનો ઘાણવો: ત્રણ વર્ષથી વધુ સમયથી તૈનાત ૪૨ કર્મચારીઓની બદલી : જુઓ સંપુર્ણ સુચી
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનો હુકમ: એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની આંતરિક બદલી, બ્રાન્ચના કોઈ કર્મચારી સામેલ નથી

રાજકોટ: શહેર પોલીસ બેડામાં વહીવટી સુધારા અને કામગીરીમાં સક્રિયતા લાવવાના હેતુથી એક મહત્વનો ફેરબદલ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના આદેશ મુજબ, રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ તૈનાત હોય તેવા વધુ ૪૨ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ ફેરબદલમાં મુખ્યત્વે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ બદલીના આદેશમાં એક ખાસ વાત એ સામે આવી છે કે, આ લિસ્ટમાં માત્ર પોલીસ સ્ટેશનો કે ફિલ્ડમાં ફરજ બજાવતા સ્ટાફને જ આવરી લેવામાં આવ્યો છે, જ્યારે બ્રાન્ચમાં ફરજ બજાવતા કોઈ પણ કર્મચારીઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બદલીનું લિસ્ટ આ મુજબ છે.

(10:17 PM IST)










