<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં ૨૩૪૬ લાખના કામો મંજુરઃ ગુણવતા જાળવવા ટકોર

સમિતિ હસ્‍તકના કામો સારા અને સમયમર્યાદામાં જોઇએઃ ભારતીબેન હુંબલની સૂચના

રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક અધ્‍યક્ષ ભારતીબેન એમ. હુંબલની અધ્‍યક્ષતામાં મળેલ જેમાં કાર્યપાલક ઇજનેર એસ.આર. પટેલ, સમિતિના સભ્‍યો અર્જુન ખાટરિયા, દીપક ગાજીપરા, લાલજીભાઇ તળાવિયા અને અન્‍ય અધિકારીઓ હાજર રહયા હતા. (૩.૧૨)

રાજકોટ, તા.૧૦: જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક આજે અધ્‍યક્ષ શ્રીમતી ભારતીબેન  મજબુતભાઇ હુંબલની અધ્‍યક્ષતામાં મળેલ જેમાં ૨૨૬૪.૫૯ લાખના કામો મંજુર કરવામાં આવેલ  સમિતિના અધ્‍યક્ષ અને સભ્‍યોએ સમિતિ હસ્‍તકના મકાન, રસ્‍તા, પુલ વગેરેના કામો સમયસર સારી ગુણવતા સાથે પૂરા કરવા અધિકારીઓને ટકોર કરેલ સમિતિ ગમે ત્‍યારે ગમે તે કામની ચકાસણી કરશે. તેમ જણાવાયું હતું.

રાજકોટ જીલ્લા પંચાયતની જાહેર બાંધકામ સમિતિની બેઠકધ્‍યક્ષશ્રી ભારતીબેન મજબુતભાઇ હુંબલનો અધ્‍યક્ષસ્‍થાને જીલ્લા પંચાયત, રાજકોટના બાંધકામ સભાખંડમાં મળેલ તેમા  બાંધકામ સમિતિના અધિકારના કુલ રૂપીયા ૮૨.૦૭ લાખના કામો મંજુર કરવામા આવેલ છે. તેમજ આંગણવાડી બિલ્‍ડીગના રાજકોટ તાલુકાના-૨. ગોડલ/કોટડાસાંગાણી તાલુકાના -૧૪, પડધરી/લોધીકા તાલુકાના-૦૯, જસદણ તાલુકાના-૬, વિંછીયા તાલુકાના-૮. જેતપુર તાલુકાના-૧૧, ધોરાજી/જામકંડોરણા તાલુકાના-૪, ઉપલેટા તાલુકાના-૨ તથા ગ્રામ પંચાયત ઓફિસ બિલ્‍ડીંગ ગોંડલ તાલુકાના-૨૨. રાજકોટ તાલુકાના-૦૩ તથા રસ્‍તાના કામોની રૂપીયા ૨૨૬૪.૫૯ લાખના કામોની કારોબારી સમિતિમાં ટેન્‍ડરો મંજુર કરવા ભલામણ કરવામાં આવી ુલ ૨૩૪૬૬૬ લાખના કામો મંજુર કરાયા હતા.

આજની બેઠકમાં બાંધકામ સમિતિના અધ્‍યક્ષશ્રી તથા સભ્‍યશ્રી દિપકભાઇ બાબુભાઇ ગાજીપરા, લાલજીભાઇ ભવાનભાઇ તળાવીયા, અર્જુનભાઇ ઘનશ્‍યામભાઈ ખાટરીયા, તેમજ સચિવશ્રી કાર્યપાલક ઇજનેરશ્રી એસ.આર. પટેલ તેમજ તમામ નાયબ ઇજનેર  હાજર રહેલ હતા.

(3:44 PM IST)