તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
મનપાના ત્રણ ડેપ્યુટી કમિશનરના પોર્ટફોલિયોમાં ફેરફારઃ એમ.ડી. ચુડાસમાને ૬ શાખાનો હવાલો
PGVCLના MD અને ઈન્ચાર્જ DMC એમ.ડી. ચુડાસમાને મહેકમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાજપથ, ફાયર, ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ સહિતની મહત્ત્વની જવાબદારી

રાજકોટ, તા.૧૦: મહાનગરપાલિકામાં વહીવટી સરળતા અને કામગીરીના સુચારુ સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરો (DMC)ના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. PGVCLના મેનેજિંગ ડિરેક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ નાયબ મ્યુનિસિપલ કમિશનર એમ.ડી. ચુડાસમાને છ મહત્ત્વની શાખાઓનો હવાલો સોંપવામાં આવ્યો છે.
શહેરીજનોને તેમના રહેઠાણની નજીક મહાનગરપાલિકાને લગતી સેવાઓ મળી રહે તે માટે અલગ-અલગ ઝોનમાં કચેરીઓ કાર્યરત છે. વહીવટી કામગીરી વધુ સરળ અને અસરકારક બને તે હેતુથી ત્રણેય ઝોનના DMCની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
IAS એમ.ડી. ચુડાસમા હાલ PGVCLના મેનેજિંગ ડિરેક્ટર છે. રાજ્ય સરકાર દ્વારા તેમને રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. તેમને મહેકમ શાખા, ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર, JNNURM સેલ, અમળત અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ટ્રાફિક-ટ્રાન્સપોર્ટ અને ર્પાકિંગ મેનેજમેન્ટ, રાજપથ લિમિટેડ તથા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસની જવાબદારી સોંપવામાં આવી છે.
ઈસ્ટ ઝોન કચેરીના નાયબ મ્યુનિસિપલ કમિશનર પી.પી. પટેલને ઈસ્ટ ઝોન હેઠળના બાંધકામ, વોટર વર્ક્સ અને ડ્રેનેજ શાખાના તાંત્રિક વિભાગ ઉપરાંત વિજિલન્સ શાખા, વિજિલન્સ (ટેક.) શાખા, આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વોટર મેનેજમેન્ટ યુનિટ, સેન્ટ્રલ ઝોન (એન્જિનિયરિંગ) અને સુરક્ષા વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વેસ્ટ ઝોન કચેરીના ઝપ્ઘ્ સી.કે. નંદાણીને ANCD, બગીચા શાખા, રોશની શાખા, આરોગ્ય શાખા અને ICDS વિભાગની જવાબદારી આપવામાં આવી છે.
બીજી તરફ સેન્ટ્રલ ઝોન કચેરીના ઝપ્ઘ્ હર્ષદભાઈ પટેલના પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની પાસે અગાઉ રહેલા વિભાગો યથાવત રાખવામાં આવ્યા છે.
(3:39 PM IST)










