<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ગુરૂવારે શહેરમાં ગુંજશે રાષ્‍ટ્રપ્રેમનો નાદઃભવ્‍ય‘તિરંગા યાત્રા'

બહુમાળી ભવન ચોકથી સવારે ૯ વાગ્‍યે યાત્રાનો પ્રારંભઃ સામાજિક-સેવાકીય સંસ્‍થાઓ, NGO ભવન અને શાળા-કોલેજોને જોડવા RMCની બેઠક

રાજકોટ, તા.૧૦: રાષ્‍ટ્રીય સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ ને ગુરૂવારના રોજ ‘‘તિરંગા  યાત્રા ૨૦૨૬'' યોજાશે

આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ ના રોજ સવારે ૦૯: ૦૦ કલાકે, બહુમાળી ભવન ચોક ખાતે ‘‘તિરંગા યાત્રા'' યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે  મેયરડો. નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને પદાધિકારીઓ, મ્‍યુનિસિપલ કમિશનરઅધિકારીઓ, રાજકોટ શહેરની વિવિધ સંસ્‍થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્‍થિતમાં મિટીંગ યોજવામાં આવી હતી.

આ મિટિંગમાં મેયરડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનપરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, ડી. સી. પી. જગદીશ બાંગરવા, રેસી. એડી. કલેકટર બારોટ, ડેપ્‍યુટી કમિશનરઓ પથિક પટેલ, ચેતન નંદાણી,  હર્ષદ પટેલ.  સમીર ધડુક તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, શહેરની વિવિધ સંસ્‍થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેલ હતા.

આ મીટિંગમાં  નેહલ શુકલએ   જણાવેલ કે, સમગ્ર રાજ્‍યમાં તિરંગાના સન્‍માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. તિરંગો ભારતની શાન છે. ભારતનું ગૌરવ છે. દરેક ભારતીય નાગરિક તિરંગાના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે. દેશદાઝ વધુ પ્રબળ બનાવે છે. ‘‘તિરંગા યાત્રા'' કાર્યક્રમની ઉજવણી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા શહેરની જુદીજુદી સ્‍વૈચ્‍છિક સામાજિક-સેવાકીય સંસ્‍થાઓ, શૈક્ષણિક અને અન્‍ય સંસ્‍થાઓની સાથે મળીને આ આયોજનને આખરી ઓપ આપી રહી છે. આ ઉજવણીમાં શહેરના પ્રત્‍યેક નાગરિક સામેલ થઈ રાષ્‍ટ્ર પ્રેમની જ્‍યોત જલાવી આ રાષ્‍ટ્રીય પર્વની ઉજવણીને ભવ્‍ય બનાવશે.

રાષ્‍ટ્રધ્‍વજના  ગોૈરવ માટે સ્‍વતંત્રતા સપ્‍તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ મ્‍યુ કમિશનર દ્વારા શહેરીજનોને ખાસ  અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.

(3:25 PM IST)