તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
લોકમેળામાં મંડપનું ટેન્ડર પરમાર કિશોર મંડપને ફાળેઃ ૮૩ લાખમાં હાલ ફાઇનલઃ હવે કલેકટર મંજૂરી આપશે
ગયા વખતે ૭૮ લાખમાં ટેન્ડર ગયું હતું: અધીકારીઓનો નિર્દેશ ૮૩ લાખ માંથી હજુ થોડા ભાવો ઘટશે..

રાજકોટ, તા. ૧૦: રાજકોટ કલેકટર તંત્ર આયોજીત લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે, આજે માર્ગ-મકાન વિભાગના એકઝી.ઇજનેર શ્રી જાની સમક્ષ ટેન્ડર ખોલાયા હતા, અને બપોરે ૧ાા વાગ્યે ટેન્ડર રાજકોટની વિખ્યાત પરમાર કિશોર મંડપના ફાળે ગયું છે. અધીકારી સુત્રોએ જણાવેલ કે પરમાર કિશોર મંડપને ૮૩ લાખમાં ટેન્ડર અપાયું છે, હવે કલેકટર ફાઇનલ મંજૂરી આપશે, અને તે સમયે હજુ થોડા ભાવો ઘટી શકે છે, ગયા વખતે ૭૮ લાખમાં ટેન્ડર થયું હતું.
પરમાર કિશોર મંડપ ઉપરાંત ગણેશ સર્વીસ અને મહેશ્વરી મેદાનમાં હતા. પરમાર કિશોર મંડપ દ્વારા ટેન્ડરની શરતો મુજબ મુખ્ય સહિત તમામ ગેઇટ, તમામ સ્ટોલ, દુકાનો રાઇડની ફરતે બાઉન્ડ્રી, વોક-વે મૂખ્ય સહિત તમામ વિભાગોના ડોન, સફેટી કોરીડોર, ઇલેક્ટ્રીક સાધન સામગ્રીના મંડપ ઉપરના પતરા સહિત તમામ બાંધકામ કરવાના રહેશે, લગભગ સાંજે કલેકટરની હાજરીમાં ફાઇનલ નેગોસીએટ થશે.
(2:35 PM IST)










