તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
કોર્પોરેટર કંકુબેન ઉઘરેજાના દિયર રણછોડભાઈએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં ઓબીસી (OBC) સમાજના હક અને અધિકારો માટે જનજાગળતિ અભિયાન ચલાવી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન ડો. મહેશભાઈ રાજપૂતે રાજકોટમાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડીને કોંગ્રેસના પંજાને વધુ મજબૂત બનાવ્યો છે.
ભાજપના પૂર્વ મહામંત્રી, પ્રભાવશાળી ઓબીસી નેતા, રાજકોટ ઠાકોર સેના પ્રમુખ અને રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉઘરેજાના દિયર રણછોડભાઈ ઉઘરેજાએ પોતાના સમર્થકો સાથે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે.
આ પ્રસંગે ડો. મહેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કેઃ‘‘કોંગ્રેસ પક્ષ હંમેશા છેવાડાના માનવી અને સમાજના તમામ વર્ગોના હિત માટે કાર્યરત છે. ભાજપ માત્ર વાતો કરે છે, જ્યારે કોંગ્રેસ કામ કરવામાં માને છે. રણછોડભાઈનો કોંગ્રેસ પ્રવેશ એ સાબિત કરે છે કે લોકો હવે ભાજપના ખોટા વાયદાઓથી કંટાળી ગયા છે અને તેમને કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ બેઠો છે.'' અમિતભાઈ ચાવડાના નેતળત્વ હેઠળ ગુજરાત કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને શિક્ષણ ક્ષેત્રે થતા કૌભાંડોને લઈને શાસક પક્ષને ઘેરી રહી છે.
આ સાથે રણછોડભાઈ ઉઘરેજા, રાજુભાઈ ધોળકિયા, મહેશભાઈ જાખેલીયા, રમેશભાઈ ચારોલા, રાજુભાઇ જંજવાડીયા, વિજયભાઈ સોલંકી સહિતના જોડાયેલ છે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ ઘનશ્યામસિંહ જાડેજા, નરેશભાઈ સાગઠિયા, હાર્દિકસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને નવા જોડાયેલા સભ્યોને આવકાર્યા હતા
(2:32 PM IST)










