તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ગંગોત્રી રોડ પર યુવાનના હાથ ભાંગી નાખનાર બંને આરોપી ઝબ્બે
એલ.સી.બી.ઝોન -૨ની ટીમે ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યાઃ બંને અગાઉ પણ ચોપડે ચડી ચુકયા છે

રાજકોટ, તા.૧૦: યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી મેઇન રોડ પર વાડામાં રાજ નિલેશભાઇ કાપડી પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથમાં ફેકચર કરવાના ગુનામાં - બંને હુમલાખોરોને એલ.સી.બી. ઝોન-૨ની ટીમે ઝડપી લીધા હતા.
ગંગોત્રી મેઇન રોડ પર આવેલ વાડામાં ગઇ તા.૧૮નાં રાજ નિલેશભાઇ કાપડીને લાલ ધોળકીયા અને મુજા ઝાપડાએ પાઇપ અને ધોકાથી માર મારતા બંને હાથ ઇજા થઇ હતી. જે અંગે જાણ થતા કોમ્બીંગ નાઇટમાં રહેલી એલ.સી.બી.ઝોન-૨ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસતને હોસ્પિટલમાં ખસેડાયા બાદ બંને હુમલાનો લાલજી ઉર્ફે લાલ ભવાનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૦, રહે.જશોદાધાર રૈયાધાર સ્લમ કવાર્ટર) અને મુન્નો મેહુલભાઇ હાપડા (એન-૨૯ રહે. ૧૨ માળીયા કર્વાટર સામે, રાણીમા રૂડીમાં ચોક, રૈયાધાર)ને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યા હતા. આરોપી લાલજી અગાઉ મારામારી સહિત ત્રણ ગુનામાં અને મુજા કાપડા મારામારી જુગાર સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. યુનિવર્સિટી પોલીસે બંને આરોપીની વધુ પુછતાછ શરૂ કરી છે.
બંને આરોપીને પી.એસ.આઇ.એસ.વી. ચુડાસમા, એ.એસ.આઇ જે.વી ગોહીલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા પો.હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઇ વાધિયા, શકિતસિંહ ગોહીલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કુલદિપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહીલ, અને મૈસુરભાઇ કુંભારવાડીયા એ ઝડપી કાર્યવાહી કરી હતી
(4:00 PM IST)










