<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ઓબીસી સમાજના પ્રશ્નો અને સંગઠન મજબૂતી મુદ્દે દિલ્હીમાં કૉંગ્રેસ નેતાઓની મહત્ત્વની બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુત અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અનિલ જયહિન્દ વચ્ચે આગામી રણનીતિ અંગે ગહન મંથન

રાજકોટ : દિલ્હી ખાતે યોજાયેલી એક ખાસ સૌજન્ય મુલાકાતમાં કૉંગ્રેસના બે ટોચના ઓબીસી નેતાઓ વચ્ચે આગામી રાજકીય રોડમેપ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુતે રાષ્ટ્રીય ચેરમેન ડૉ. અનિલ જયહિન્દ સાથે મુલાકાત કરી રાજ્યમાં ઓબીસી સમાજના ઉત્થાન, પાયાના સ્તરે સંગઠનનું માળખું વધુ મજબૂત કરવા તથા કૉંગ્રેસની લોકકલ્યાણકારી નીતિઓ જન-જન સુધી પહોંચાડવાના આયોજનો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં ડૉ. અનિલ જયહિન્દે ગુજરાતમાં ઓબીસી ડિપાર્ટમેન્ટની કામગીરીની સરાહના કરતાં આગામી જનઆંદોલનો અને રાજકીય પડકારો સામે સંગઠનને ધારદાર બનાવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ ઉચ્ચ સ્તરીય મંથનથી ગુજરાત કૉંગ્રેસના ઓબીસી સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થશે અને ઓબીસી સમાજના હકો તથા જનહિતના પ્રશ્નો માટેની લડત વધુ આક્રમક બનશે તેવો ડૉ. મહેશભાઈ રાજપુતે આશાવાદ વ્યક્ત કર્યો છે.

(1:34 PM IST)