<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

એસઓજીએ અણીયારા ગામમાંથી ૫૫૦ કિલો એનાલોગ ચીઝ-પનીર જપ્‍ત કરી નાશ કર્યો : જુઓ વિડિયો

ગોવાલીયા ફૂડ પ્રોડક્‍ટ ફેક્‍ટરીમાં દરોડોઃ પ્રતિબંધીત ૪૦૦ કિલો ચીઝ, ૧૫૦ કિલો પનીર મળ્‍યું : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચનાથી પીઆઇ એન. બી. ચોૈધરીની રાહબરીમાં પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમનો ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગને સાથે રાખી દરોડોઃ દિગ્‍વીજયસિંહ ગોહિલ અને યોગેન્‍દ્રસિંહ ઝાલાની બાતમીથી કાર્યવાહીઃ સેમ્‍પલ લેબમાં મોકલાયા

રાજકોટ તા. ૧૦: લોકોના આરોગ્‍ય સાથે ચેડાં કરતા અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું ઉત્‍પાદન, સંગ્રહ કે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત શહેર એસઓજીએ સરધાર નજીકના અણીયારામાં આવેલી ગોવાલીયા ફૂડ પ્રોડક્‍ટસ નામની ફેક્‍ટરીમાં દરોડો પાડી ૫૫૦ કિલો એનાલોગ ચીઝ અને પનીરનો જથ્‍થો જપ્‍ત કર્યો હતો. ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની ટીમને સાથે રાખી આ કાર્યવાહી કરાઇ હતી અને સેમ્‍પલ લેવડાવ્‍યા બાદ આ તમામ જથ્‍થાનો નાશ કરાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ત્‍યારે હેડકોન્‍સ. દિગ્‍વિજયસિંહ કિરીટસિંહ ગોહિલ તથા કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ રઘુવીરસિંહ ઝાલાને મળેલ સંયુક્‍ત બાતમીના આધારે અણીયારા ગામ પાસે, ડી.કે. ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, પ્‍લોટ નં.૨ ખાતે આવેલ ગોવાલીયા ફૂડ પ્રોડક્‍ટ નામની ફેક્‍ટરીમાં રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્‍થળ પરથી પ્રતિબંધિત એનાલોગ પનીર ૧૫૦ કિ.ગ્રા. કિંમત ૩૦,૦૦૦ તથા એનાલોગ ચીઝ ૪૦૦ કિ.ગ્રા. કિંમત ૧,૪૫,૦૦૦ મળી કુલ ૫૫૦ કિ.ગ્રા. જથ્‍થો કુલ કિંમત ૧,૭૫,૦૦૦ નો મળી આવ્‍યો હતો.

આ કાર્યવાહી દરમિયાન ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ રાજકોટ શહેરના અધિકારીઓ કે.એચ. ચોચા અને એસ.પી. સોલંકીની હાજરીમાં મેળવેલ તમામ જથ્‍થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્‍યો હતો તથા જરૂરી સેમ્‍પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ે ફેક્‍ટરીના સંચાલક અશોકભાઈ જેન્‍તીલાલ દલવાડી (ઉં.વ. ૫૩, રહે. હસનવાડી શેરી નં.૦૨, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ) હોવાનું ખુલ્‍યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીની રાહબરીમાં પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્‍સ. મૌલિકભાઇ સાવલીયા, દિગ્‍વિજયસિંહ ગોહિલ, હાર્દિકસિંહ પરમાર, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા તથા ડ્રાઇવર કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

(2:46 PM IST)