<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

શરદી-તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્‍ટીના કેસમાં એકાએક ઘટાડોઃ ૧૩૩૯ કેસ

શહેરમાં મેલેરીયાનો એક દર્દી તંત્રના ચોપડે નોંધાયો મનપા દ્વારા ૧૫,૦૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૭૩ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૫૬ને નોટીસ

રાજકોટ, તા. ૨૯: શહેરમાં શરદી, તાવ, ઉધરસ સહિતના કેસમાં ફરી એકા એક ઘટાડો  જોવા મળ્‍યો છે. કેમ કે, ગત સપ્તાહમાં ૧૯૦૦થી વધુ કેસ નોંધાયા હોય છે. જયારે છેલ્લા અઠવાડિયામાં ૧૩૦૦ જેટલા દર્દી નોંધાયા છે તેમજ મેલેરીયાનો ૧ કેસ નોંધયા  છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૨ જુન થી ૨૮ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૩૦૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૭૧ તેમજ સામાન્‍ય તાવના ૫૬૪ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૦૩  તથા  ટાઇફોઇડના ૨ તથા કમળાના ૧ સહિત કુલ ૧૩૩૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૯,૧૬૨ તેમજ સામાન્‍ય તાવના ૧૭,૮૪૫ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૬,૬૭૮ તથા ટાઇફોઇડના ૨૦ તેમજ કમળાના ૩૩ કેસ નોંધાયા છે.

મચ્‍છરજન્‍યનો ૧ કેસ

શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્‍છરજન્‍ય એટલે કે મેલેરીયાનો ૧ કેસ નોંધાયો છે. જયારે સીઝનમા ડેનગ્‍યુના ૧૮, મેલેરીયાના ૭  તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૬૫૬ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે  મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૫,૦૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ  છે તથા ૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૭૦૦ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૬૫ લોકોને નોટીસ આપવામાં આવી હતી

(10:43 AM IST)