<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટમાં નૃત્‍ય રંગ-૨૬ સફળતાપૂર્વક સંપન્‍નઃ ભારતીય શાસ્‍ત્રીય નૃત્‍ય અને સંસ્‍કૃતિનો અવિસ્‍મરણીય ઉત્‍સવ

રાજકોટ, તા.૮: રાજકોટની અગ્રણી શાષાીય નળત્‍ય સંસ્‍થા ‘તાંડવ નર્તન - ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ક્‍લાસિકલ ડાન્‍સ' દ્વારા તાજેતરમાં  હેમુ ગઢવી મેઈન ઓડિટોરિયમ, રાજકોટ ખાતે આયોજિત ભવ્‍ય વાર્ષિક નળત્‍ય મહોત્‍સવ ‘નળત્‍યરંગ-૨૬'અત્‍યંત સફળતાપૂર્વક આયોજન કરાયુ હતું. બપોરે ૩:૩૦ કલાકે તથા સાંજે ૭:૩૦ કલાકે યોજાયેલા બંને શોમાં કલાપ્રેમીઓ, વાલીઓ અને નાગરિકોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને ઉત્‍સાહભેર વધાવ્‍યા હતા.

સંસ્‍થાના સ્‍થાપક અને નિર્દેશક ગુરુ જિગ્નેશ સુરાણી, નિર્દેશિકા ક્રિષ્‍ના સુરાણી તથા તાંડવ નર્તન ટીમના સભ્‍યો દિપિકા પરમાર ચતવાણી, દિર્ઘા હિંગળાજીયા, ક્રિષ્‍ન હિંગળાજીયા તથા શ્રીમતી નમ્રતા મારડીયાના માર્ગદર્શન હેઠળ સંસ્‍થાના વિવિધ કેન્‍દ્રોના વિદ્યાર્થીઓએ ભરતનાટયમ, લોકનળત્‍ય અને અર્ધશાષાીય નળત્‍યોની મનમોહક અને કલાત્‍મક રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓના અભિનય, ભાવ, લય, તાલ અને અભિવ્‍યક્‍તિએ ઉપસ્‍થિત સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

કાર્યક્રમમાં ભારતીય સંસ્‍કળતિ, ભક્‍તિ, પરંપરા અને આધ્‍યાત્‍મિક મૂલ્‍યોને ઉજાગર કરતી વિવિધ થીમ આધારિત નળત્‍યરચનાઓ રજૂ કરવામાં આવી હતી. રંગભૂષા, વેશભૂષા, સંગીત અને કલાત્‍મક આયોજનના સુંદર સમન્‍વયે સમગ્ર કાર્યક્રમને એક ભવ્‍ય સાંસ્‍કળતિક ઉત્‍સવનું સ્‍વરૂપ આપ્‍યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્‍થિત રહેલા તમામ મહાનુભાવો, આમંત્રિત અતિથિઓ, વાલીઓ, કલાઙ્ઘેમીઓ, શુભેચ્‍છકો, પ્રાયોજકો તેમજ તાંડવ નર્તન પરિવારના તમામ સભ્‍યોનો સંસ્‍થા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. ‘નળત્‍યરંગ-૨૬' એ માત્ર એક નળત્‍ય કાર્યક્રમ નહીં, પરંતુ ભારતીય સંસ્‍કળતિ અને કલાના ગૌરવને ઉજાગર કરતો એક અવિસ્‍મરણીય સાંસ્‍કળતિક ઉત્‍સવ બની રહ્યો.

(3:19 PM IST)