<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

નર્સિંગનો અભ્‍યાસ પુરો કરનારા ચોવીસ વર્ષિય મહેન્‍દ્રનો આપઘાતઃ લિવર-કિડની-આંખોનું દાન

કાલાવડ રોડ વીરડાવાજડીનો બનાવઃ ગળાફાંસો ખાઇ લીધોઃ સોંદરવા પરિવારે દિકરાના મૃત્‍યુના આઘાતની પળોમાં પણ સ્‍તુત્‍ય પગલુ ભર્યુઃ હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ પ્રાથમિક તપાસ કરી

રાજકોટ તા. ૮: શહેરના કાલાવડ રોડ પર વીવીપી એન્‍જિનીયરીંગ કોલેજ સામે વીરડા વાજડીમાં રહેતાં મહેન્‍દ્ર છગનભાઇ સોંદરવા (ઉ.વ.૨૪) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાને નર્સિંગનો અભ્‍યાસ પુરો કર્યો હતો અને જોબની તૈયારીમાં હતો.  જો કે યુવાન દિકરાના મૃત્‍યુના કારમા આઘાત વચ્‍ચે પણ સોંદરવા પરિવારે આ દિકરાની બંને આંખો, લિવર અને કીડનીનું દાન કરી સ્‍તુત્‍ય કાર્ય કર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ વિરડા વાજડીમાં રહેતાં મહેન્‍દ્રભાઇ છગનભાઇ સોંદરવા (ઉ.વ.૨૪) નામના યુવાને તા. ૩/૮ના બપોરે પોણા ત્રણેક વાગ્‍યે ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાવાનો પ્રયાસક રતાં તે વખતે જ તેના નાનાભાઇ ચેતનભાઇ જોઇ જતાં તેનો જીવ બચાવી લીધો હતો. મહેન્‍દ્રભાઇને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. ત્‍યાંથી વધુ સારવાર માટે અન્‍ય એક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ. પરંતુ અહિ ગત બપોરે તેણે અંતિમશ્વાસ લઇ લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કીશનભાઇ એમ. અજાગીયા સહિતે હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ આત્‍મહત્‍યા કરી લેનાર મહેન્‍દ્રભાઇ બે ભાઇમાં મોટો હતો અને નર્સિંગનો અભ્‍યાસ પુરો કર્યો હતો અને હાલ નોકરીની તૈયારીમાં હતો. તેના પિતા ખાનગી હોસ્‍પિટલમાં ફરજ બજાવે છે. આપઘાતનું કારણ હાલ બહાર આવ્‍યું નથી. મહેન્‍દ્રભાઇના મૃત્‍યુ બાદ તેના અંગો જેમાં આંખ, લિવર, કિડનીનું પરિવારજનોએ દાન કર્યુ હતું

(3:29 PM IST)