<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વોર્ડ નંબર ૧૪માં વોકળા પર બાંધકામ અને ઘેઘુર વૃક્ષોનું નિકંદન કાઢતા પ્રોજેકટ સામે લોકરોષ

પર્યાવરણ પ્રેમી, લતાવાસીઓ, જાગૃત નાગરિકોની કોઠારીયા કોલોની ખાતે બેઠક : મુખ્‍યમંત્રી, મ્‍યુ. કમિશનર, મેયરને આવેદનપત્ર અપાયુ

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૪ ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી ૪ (જુનો પારડી માર્ગ) વચ્‍ચે જે વોકળો આવેલ છે તેના  ઉપર બાંધકામના પ્રોજેકટ હાથ ધરાતા લતાવાસીઓમાં રોષની લાગણી પ્રવર્તી છે. તાજેતરમાં રાજકોટ ખાતે પધારેલા રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે વોર્ડ નંબર ૧૪ ના આ વોકળા પરના ખુલ્લા પ્‍લોટ ઉપર ફાયર સ્‍ટેશન અને કોમ્‍યુનિટી હોલ અંદાજે ૪૫ કરોડના ખર્ચે બનાવવાની તજવીજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના કારણે આ વિસ્‍તારના છેલ્લા ૪૦ વર્ષો કરતા પણ વધુ સમયથી ઉછેરવામાં આવેલ ઘેઘુર વળક્ષોનો સોથ વાળી દેવા તૈયારીઓ થઇ છે. પર્યાવરણપ્રેમીઓમાં ભારે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. વોકળા પર બે માળના બાંધકામના પગલે વોકળા પર વરસાદી પાણીના અવરોધના પગલે આ વિસ્‍તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય એવી દહેશત પણ સર્જઇ છે. જેના પગલે પર્યાવરણ પ્રેમી, કોઠારીયા કોલોનીના રહેવાસીઓ, જાગળત નાગરિકો, કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં જુદા જુદા ટીપી પ્‍લોટ જુદા જુદા ગાર્ડન માં ૪૪.૬૬ લાખના ખર્ચે વળક્ષારોપણ કરવાનું કામ પરત કરી દેવાયું છે. સરકારે વર્ષમાં ૨૫ લાખ વળક્ષો રોપવા સૂચના આપી છે કુલ ૪૪.૬૬ લાખના ખર્ચે ૧૮૨૨૯ વળક્ષો રોપવાનું આયોજન અધિકારીઓએ મૂકયું છે. ૨૫ લાખ વળક્ષોનો ટાર્ગેટ સરકારે આપ્‍યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનો વિકાસના નામે વળક્ષ છેદનનો ટાર્ગેટ કેટલો ? તેવા સવાલો ઉઠયા છે. આ વિસ્‍તારના પર્યાવરણપ્રેમી ભાઈઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વળક્ષ ઉછેરની કામગીરી કરવામાં આવતી હતી. નાના મોટા કુલ લીમડા, વડલા, રેઈન્‍ટ્રી, ગુલમોર, કરંજ, બોરસલી, આસોપાલવ, બીલીપત્ર, ઊંબરો, પીપળો, પીપર, ખાખરો સહિતના વળક્ષો ઉછેરીને મોટા કર્યા છે જેમાં વડલા અને અમુક લીમડાઓ ૪૦ વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર બની ગયા છે. દરેક વળક્ષોને નંબર પણ આપેલ છે. કુલ ૭૫ વળક્ષો હાલમાં હયાત છે. ત્‍યારે મહાનગરપાલિકાના પ્રોજેક્‍ટ હેઠળ વળક્ષોનું નિકંદન કાઢી નાખવાની પેરવી કોઇકાળે ચલાવી નહી લેવા લોકોએ ધ્રુજારો વ્‍યકત કર્યો હતો.  સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોકળા ઉપર કે નદીના કુદરતી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા અવરોધી ન શકાય તેમ છતાં ખુદ મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર બે માળનું બિલ્‍ડીંગનો પ્રોજેક્‍ટ ખડકી દેવા સામે લોકોએ વિરોધનો સુર ઉઠાવ્‍યો છે. પર્યાવરણ પ્રેમી સિનિયર સિટીઝન ભરતભાઈ સુરેજા, પ્રવિણભાઈ લાખાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલાએ પણ કોઠારીયા કોલોની ખાતે સ્‍થળ તપાસ કરી વળક્ષછેદનની પ્રવળત્તિ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. વોર્ડ નંબર ૧૪માં વિકાસના નામે વળક્ષ છેદનની પ્રવળત્તિ અને વોકળા પર તોતિંગ બાંધકામ અટકાવવા અને વોર્ડ નંબર ૧૪માં અન્‍ય સ્‍થળે ઉપરોક્‍ત બંને પ્રોજેક્‍ટો અંગે ફેર વિચારણા કરવા રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,  મહાનગરપાલિકા મેયર નેહલભાઈ શુક્‍લને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ  સેન્‍ટ્રલ ઝોનના સિટી ઇજનેર રાવલ અને વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે. આ અંગે વિસ્‍તારના રહેવાસીઓ દ્વારા આંદોલનના પણ શ્રીગણેશ કરી દેવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે. કોઠારીયા કોલોની ખાતે યોજાયેલ બેઠકમાં યુવા ગ્રુપમાં પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા, મનોજભાઈ ચોટલીયા, ચંદ્રેશભાઇ રાઠોડ, ભરતભાઈ વસાણી, અલ્‍પેશભાઈ ભીમજીણિયા, પ્રકાશભાઈ મેર, જગદીશભાઈ મોરી, અમિતભાઈ મહેતા, લીલાધરભાઇ અખિયાણીયા, પ્રકાશભાઈ, વિજયભાઈ ગોહેલ, ભોલેબાબાવાળા કિરીટભાઈ, ભરતભાઈ પરમાર, મહેશભાઈ ચોટલીયા, નરેનભાઈ કીડી, હુસેનભાઇ બેલીમ, તિરુપતિ ડેરીવાળા મિલનભાઈ ઉનડકટ, મહિલાઓમાં સોનલબેન મોરી, દિશાબેન મહેતા, જયશ્રીબેન વસાણી, મંજુબેન પટેલ, રસ્‍મિતાબેન મહેતા, ભાવનાબેન પરમાર, ધારાબેન પરમાર, નીતાબેન ચોટલીયા, ભાવનાબેન ચોટલીયા, પ્રફુલાબા જાડેજા, જ્‍યોતિબેન કથરેચા, મંજુલાબેન કથરેચા સહિતના લતાવાસીઓ પર્યાવરણ પ્રેમીઓએ હાજરી આપી હતી. તેમ કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્‍દ્રસિંહ ઝાલા (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬)ની યાદીમાં જણાવાયુ છે.

(3:03 PM IST)