તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
સેવાના કિરણોથી‘કમળ'ની પાંખડીઓ ઉઘાડતા મનીષ રાડિયાનો કાલે જન્મદિન
જબ હોંસલા બના લિયા ઉંચી ઉડાન કા, ફીર દેખના ફીજુલ હૈ કદ આસમાન કા

એક વૃધ્ધ કારીગર રોજ સવારે દુકાને બેસીને સોય અને દોરાથી કપડા સીવતો, એક દિવસ એક ધનિક યુવાન તેની પાસે આવ્યો અને મોંઘી ડીઝાઇનવાળો કોટ બતાવતા બોલ્યો, આ કોટ પર સુંદર નકશી કરી આપો, બદલામાં હું તમને માંગશો એટલા રૂપિયા આપીશ.
વૃધ્ધ કારીગરે શાંતિથી યુવાન સામે જોયુ અને પુછયુ બેટા, આ કોટ તું કોના માટે સીવડાવવા માંગે છે?
યુવાને ગર્વથી કહયું ‘મારા અહંકાર માટે. મારે પાર્ટીમાં સૌથી અલગ અને અમીર દેખાવુ છે.'
સિલાઇ કરનારે ધીમેથી સોય નીચે મુકી અને કહયું ‘જે કપડા માણસના અહંકારને ઢાંકવા માટે સીવાતા હોય, એની કિંમત ભલે ગમે તેટલી હોય પણ એનું કોઇ આંતરીક મુલ્ય નથી હોતુ. મારા હાથની સોય ગરીબના તુટેલા વષાને સાંધીને એના ચહેરા પર સ્મિત લાવવા માટે ચાલે છે. અહંકાર વધારવા માટે નહી'.
યુવાન સ્તબ્ધ થઇ ગયો તેને સમજાઇ ગયુ કે સાચુ મુલ્ય વસ્તુની કિંમતમાં નહી પણ એના ઉપયોગમાં રહેલું છે.
આ લઘુકથા ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી મનીષ રાડીયાની કાર્યશૈલી સાથે સુસંગત છે. તેમણે પોતાના જાહેર જીવનમાં પદનો ઉપયોગ સ્વયંનો કે કોઇનો અહંકાર વધારવા માટે નહી પણ માનવ મુલ્યોની વૃધ્ધિ માટે કર્યો છે. તેઓ આવતીકાલે ૯ ઓગષ્ટે લોકસેવાના ભરપુર ભાથાવાળા, અનુભવના આથાવાળા અને ગૌરવ ગાથાવાળા જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. (જન્મ વર્ષ ૧૯૬૪, જન્મભૂમિ, મોમ્બાસા, પુર્વ આફ્રિકા)
જાહેર જીવનમાં સ્વહિત કરતા સર્વહિતને મહત્વનું માનીને સદાબહાર સક્રિયતાના કારણે ‘૧૦૮' તરીકે જાણીતા બનેલા વોર્ડ નં. ર ના બે ટર્મના પુર્વ કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના પુર્વ દંડક રઘુવંશી શ્રેષ્ઠી શ્રી મનીષ રાડીયામાં નેતૃત્વ, કર્તૃત્વ અને વકતૃત્વ શકિતનો સંગમ છે. શહેર ભાજપના મંત્રી અને વોર્ડ નં. ૩ ના પ્રભારી રહી ચુકયા છે. મ્યુનિસીપલ કોર્પોરેશનમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તંદુરસ્ત કામગીરી કરેલ. બાંધકામ સમિતિના ચેરમેન તરીકેના કાર્યકાળમાં વિકાસની મજબુત ઇમારત સર્જી હતી. માનવંતા મનીષ રાડીયાને વાંચનનો શોખ છે. ‘ચહેરા' વાંચવામાં તેમનું કૌશલ્ય છે. વૈદ્ય વિષારદ અને આયુર્વેદ રત્નની પદવી ધરાવે છે. આયુર્વેદની પધ્ધતિ મુજબ ‘શૂળ'ના ‘મૂળ' સુધી જઇ શકે છે. પોતાના કાર્યક્ષેત્રના લોકો સાથે તેમનો આત્મીય નાતો એવો ઠસોઠસ, ટકે વરસોવરસ...બાંટકર હર ખુશી અપની, ફીર નિખારી હૈ જિંદગી અપની... તેઓ જાણે છે કે રાજકારણમાં પરિસ્થિતિ પરિવર્તનશીલ હોય છે પણ ‘આગીયા' કદી સુરજમુખીનું ફુલ ન ખીલવી શકે. ભૂલ કે બીતી બાતો કો એક નયે મુકામ કો પાના હૈ, નયે સાલ મેં મુઝે એક નયા ઇતિહાસ રચાના હૈ...આવતીકાલે મનીષ રાડીયાનો જન્મદિન છે પણ શુભેચ્છા વર્ષા આજથી જ શરૂ થઇ ગઇ છે. વાદળોનો ગડગડાટ, વીજળીનો ચમચમાટ, મોસમનો ધમધમાટ, શુભેચ્છકોમાં થનગનાટ...
મો. ૯૮ર૪પ ૮૧૯૯૯ રાજકોટ.
(11:15 AM IST)










