તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
રાજકોટ જેલમાં કેદીઓ માટે વ્યસનમુક્તિનો ખાસ કાર્યક્રમઃ ૫૦૦ જેલવાસીઓને નશામુક્ત જીવન જીવવાની પ્રેરણા મળી
રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક, DYSP વિરભદ્રસિંહ ગોહિલ, પ.પૂ. જ્યોતિર્નાથજી મહારાજ અને પૂર્વ વીસી કમલેશ જોષીપૂરાનું વિશેષ માર્ગદર્શન

રાજકોટઃ કેદીઓના જીવનમાં સુધાર લાવવા અને નશામુક્ત જીવનશૈલી તરફ વાળવાના ઉદ્દેશ્યથી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા અભિયાન' અંતર્ગત ભવ્ય જાગૃતિ સેમિના યોજાયો હતો. માય ભારત અને સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં નાર્કોટિક્સ અને ડ્રગ્સ સંબંધિત કેસના આશરે ૫૦૦ જેટલા કેદીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં એડવોકેટ અનવર હુસૈન શેખે સ્વાગત પ્રવચન આપી કેદીઓને દેશના નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી હતી. સેમિનારમાં રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક, ઇન્ચાર્જ જેલ સુપરિન્ટેન્ડન્ટ (DYSP) વિરભદ્રસિહ ગોહિલ, પ.પૂ. જ્યોતિર્નાથજી મહારાજ અને પૂર્વ વીસી કમલેશ જોષીપૂરાએ નશાથી થતી સામાજિક-આર્થિક બરબાદી તેમજ કાયદાકીય પાસાઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે લઘુમતી મોરચાના અધ્યક્ષ અસલમ મલેક પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એડવોકેટ શ્રીમતી અમન શેખ દ્વારા સૌને નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને રાષ્ટ્રગાન બાદ જેલ વેલ્ફેર ઓફિસરે આભારવિધિ આટોપી હતી.
(10:14 AM IST)










