<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

શહેરની ૪ સ્‍કૂલોમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે તાલીમ અપાઇ

 

રાજકોટ :  મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે બે દિવસમાં (૧) શિવ વિધા મંદિર,  શ્રી રામ સોસાયટી, મોરબી રોડ, સેટેલાઈટ ચોક, જેમાં અંદાજે ૭૦ વિદ્યાર્થીઓ હાજર હતા (૨) )શ્રી આનંદ વિધાલય, રેલનગર શેરી નં-૨ , જેમા અદાજે ૨૦૦ વિધાથીઓ હાજર હતા. તારિખ.૦૬/૦૮/૨૦૨૬ ના રોજ (૩) શ્રી ડો.બી.આર.આંબેડકર કુમાર પ્રાથમિક શાળા નં-૮૨, આંબેડકર નગર, એસ ટી. વર્ક્‍શોપ પાછળ, ૧૫૦ ફુટ રિગ રોડ, જેમ અંદાજે ૨૬૦ વિધાથી હાજર હતા, (૪) બુસ્‍ટ પ્‍લસ એકેડમી, દર્શન કોમપ્‍લેશ, સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તેમા ૧૫ વીધાથીઓ બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એક્ષ્ટીંગ્‍યુશર વિશે માહિતી આપેલ.

આ મોકડ્રીલ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો તે અંગે ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના(૧)ચ્‍.ય્‍.ઘ્‍ સ્‍ટેશન ના ફાયર ઓફીસર શ્રી,રહિમભાઈ જોબન, લિડિગ ફાયરમેન રણજીત ભરડા, ફાયર ઓપરેટર પરેશ રાઠોડ, કિશન મેટાલીયા, રાજેશ મઠીયા (૨) રેલનગર ફાયર સ્‍ટેશન ના સબ ઓફિસર શ્રીસંજયભાઈ બાબરીયા, શ્રીભુપતભાઈ જેસાણી, લિડિગ ફાયરમેન મહેશભાઈ ગોહિલ, (૩) મવડી ફાયર સ્‍ટેશન ના સ્‍ટેશના ઓફિસર બારૈયા સાહેબ, લિડિગ ફાયરમેન અજયભાઈ મિસરા, નરેશભાઈ રંગાણી,  ફાયર ઓપરેટર હર્ષદભાઈ સોલંકી, (૪) રામાપીર ફાયર સ્‍ટેશન ના લિડિગ ફાયરમેન અજયભાઈ ધાંધા ,હરેશભાઈ નાકીયા સહિતના સ્‍ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

(3:49 PM IST)