News of Friday, 7th August 2026
ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ'

રાજકોટ તા. ૭ : ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશન દ્વારા તા. ૯ ના રવિવારે નિઃશુલ્ક મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા.૯ ના રવિવારે સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી આયોજીત આ વર્કશોપમાં ૫ થી ૭૫ વર્ષ સુધીના બાળકો, યુવાનો, વયસ્કો કોઇપણ ભાગ લઇ શકશે.
વર્કશોપમાં એકાગ્રતા, યાદશક્તિ, આત્મવિશ્વાસ, મગજની કાર્યક્ષમતા, બ્રેથવર્ક, ધ્યાન તથા વ્યક્તિત્વ વિકાસ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. સાથે ભાગ લેનારાઓને મગજની સુષુપ્ત ક્ષમતાઓને જાગૃત કરવા માટેની વિવિધ સરળ ટેકનીકસનો અનુભવ પણ કરાવવામાં આવશે.
વર્કશોપ સંપૂર્ણ નિઃશુલ્ક છે. જો કે બેઠક મર્યાદિત હોવ પૂર્વ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. આ માટે વોટસએપ પર ‘મીડ બ્રેઇન' લખીને મો.૯૯૨૪૧ ૦૫૧૧૫ અથવા મો.૯૦૩૩૪ ૪૮૮૭૯ ઉપર મેસેજ કરવાનો રહેશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશનના યોગાચાર્ય અજય મકવાણા, યોગેશભાઇ મેહતા, પ્રકાશભાઇ ઠાકર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:01 PM IST)










