<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

મેંગો માર્કેટ પાસે અજાણ્‍યા આશરે ૩૫ વર્ષના અજાણયા યુવાનનું મોત

બંને નેણ ઉપર ટેટૂઃ ગળા પર જી જેવું અને હાથમાં સ્‍ટારનું ટેટૂઃ વાલી હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૭: શહેરના અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ મેંગો માર્કેટ નજીકથી અજાણ્‍યો આશરે ૩૫ વર્ષનો યુવાનતા. ૬/૮ના રોજ બેભાન હાલતમાં મળતાં કોઇએ ૧૦૮ને જાણ કરી હતી. તેના તબિબે આ યુવાનને મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી છે. મૃતકની ઓળખ થઇ શકી ન હોઇ મૃતદેહ કોલ્‍ડ રૂમમાં રખાયો છે. તે વાને ઘઉંવર્ણો અને શરીરે પાતળા બાંધાનો છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ છ ઇંચ છે અને  બંને આંખના નેણ પાસે ટેટૂ ત્રોફાવેલા છે. ગળાના ભાગે જી જેવુ અને હાથમાં સ્‍ટારનું ટેટૂ છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પોલીસનો ૬૩૫૯૬ ૨૯૮૬૭ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ બી. એચ. પરમાર વધુ તપાસ કરે છે

(3:39 PM IST)