તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સામા કાંઠેથી ચોરાઉ હોન્ડા સાથે સંજય જોષી પકડાયો
ડીસીબીની ટીમે કુવાડવા પોલીસનો ગુનો ઉકેલ્યો

રાજકોટ તા. ૭: વાહનચોરીનો એક ગુનો ક્રાઇમ બ્રાંચે ઉકેલી સંજય મનસુખભાઇ જોષી (રહે. સંત કબીર રોડ ભગીરથ સોસાયટી પાસે શક્તિ સોસાયટી-૨)ને પકડી લીધો છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજદીપભાઇ પટગીર અને સંજયભાઇ અલગોતરની બાતમી પરથી સંજયને ચોરાઉ બાઇક સાથે પકડી લેવાયો હતો. નંબર પ્લેટ વગરનું આ બાઇક તેણે કુવાડવા રોડ પોલીસની હદમાંથી ચોરી કર્યુ હતું. પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલા અને ટીમે આ કામગીરી કરી હતી
(3:38 PM IST)










