News of Friday, 7th August 2026
હુડકોની બુધવારીમાંથી મહિલાનું રોકડ-મોબાઇલ સાથેનું પર્સ ‘છૂ'
કાળીપાટમાં ખાટલા પરથી હોટલ સંચાલકનો મોબાઇલ ફોન કોઇ બઠ્ઠાવી જતાં ફરિયાદ

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ હુડમોકમાં બુધવારી ગુજરી બજારમા ખરીદી કરવા ગયેલા મહિલાના હાથમાંથી કોઇ મોબાઇલ ફોન સાથેનું પર્સ ચોરી ગયું હતું. જ્યારે કાળીપાટ ગામે આશાપુરા હોટલના સંચાલકે ખાટલામાં રાખેલો મોબાઇલ ફોન કોઇ બઠ્ઠાવી ગયું હતું. જાણવા મળ્યા મુજબ કેદારનાથ સોસાયટી શેરી નં.૦૪ માં રહેતાં ભાવનાબેન અનીલભાઈ દેસાઈ (ઉ.વ. ૪૩) તેમના બહેન પૂજાબેન સાથે બુધવારી હુડકો ગુજરી બજારમા ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે તેમના હાથમા હેન્ડ પર્સ હતુ. જે કોઈ અજાણ્યો તસ્કર ધક્કા મુક્કી કરી નજર ચુકવી સેરવી ગયો હતો, પર્સમાં રોકડ અને મોબાઇલ હતાં. ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં કાળીપાટ ગામે આવેલ આશાપુરા હોટલમાં રહેતાં દેવેન્દ્રસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૮) પોતાની હોટેલની બહાર ખાટલો રાખીને સુતા હતા ત્યારે તેનો મોબાલ ફોન કોઈ ચોરી જતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(3:28 PM IST)










