તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ઘી-માવાના ૪ નમુના લેવાયાઃ ૧૧૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
મનપા દ્વારા ૭૮ ખાણી-પીણીના વેપારીઓના ત્યાં સર્વેલન્સ ચેકિંગ : કનૈયા ડેરી ફાર્મ તથા જલારામ ઘી ડીપોમાંથી સેમ્પલ લઇ ટેસ્ટીંગ માટે મોકલતી ફુડ શાખા

રાજકોટ તા.૭: ગુજરાત રાજ્ય ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તેમજ પરિવહન પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો જેમકે રિટેલ, હોલસેલ વેચાણ કરતાં તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને કેન્ટીન કે ક્લાઉડ કિચન દ્વારા વાનગી બનાવવા માટે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા આદેશ આપવામાં આવે છે.
મનપાની સતાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૮ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ ૧૧૩ કિલો અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૧૬ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૨૧,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી ્રૂ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ ચકાસણી માટે કુલ ૪ નમૂના લેવામાં આવેલ.
કનૈયા ડેરી ફાર્મ દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ૧, શેરી નં-૩, આજીડેમ ચોકડી પાસે મહીકા રોડ, હાઈજીનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપેલ. સ્થળ પર સંગ્રહ કરેલ વાસી, પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ પડતર મીઠાઈ, પડતર શ્રીખંડ નો કુલ મળી ૯૫ કિલો પડતર વાસી જથ્થો નાશ કરેલ તેમજ રૂ.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પેઢીમાંથી શુદ્ધ ઘી (લુઝ) તથા મોળો માવો (લુઝ) ના ૨ નમુના લેવામાં આવેલ.
જલારામ ઘી ડિપો વિનાયક નગર, ઉદયનગર -મવડી મેઇન રોડ, ખાતે આવેલ પેઢીમાંથી ૨ પેક્ડ ઘી નમિત બ્રાન્ડ કાઉ ઘી તેમજ શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘી ના ૨ નમુના લેવામાં આવેલ.
વાહેગુરુ એન્ટરપ્રાઇઝ સમજુપાર્ક પાસે, ૪૦ નો રોડ, નવાગામ, પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ અંગે નોટીસ આપી સ્થળ પરથી ૧૫ કિલો અખાધ્ય ખોરાક નાશ કરેલ. રૂ.૧૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.
રજવાડી દાબેલી વાવડી, ૪૦ ફૂટ રોડ, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/, પટેલ ગોલા વાવડી, ૪૦ ફૂટ રોડ, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/- , ચામુંડા ગાંઠીયાઃ વાવડી, ૪૦ ફૂટ રોડ, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, શ્રી હરિ પાર્લર વાવડી, ૪૦ ફૂટ રોડ, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, યોગી જનરલ સ્ટોર્સઃ વાવડી, ૪૦ ફૂટ રોડ, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, પિયુગ કેફે શીતલ પાર્ક પાસે, પ્લેટિનમ હાઇટ્સ, લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટિસ આપેલ. ૩ કિલો વાસી ખોરાક નાશ કરી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.
શ્રી નાથજી માર્ટ શીતલ પાર્ક પાસે, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, જય ખોડીયાર ડેરી ફાર્મ, યોગ્ય લેબલિંગ બાબતે નોટિસ રૂ.૫૦૦/-, પટેલ કોલ્ડ્રિંક્સઃ ગોંડલ ચોકડી, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, કૈલાશ કોલ્ડ્રિંક્સ ગોંડલ ચોકડી, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, શિવ પાન જ કોલ્ડ્રિંક્સ ગોંડલ ચોકડી, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/-, ગિરિરાજ ગળહ ઉદ્યોગ ગોંડલ ચોકડી, લાયસન્સ બાબતે નોટિસ આપી રૂ.૫૦૦/- શ્રેયસ ટ્રેડલિંગ અયોધ્યા ચોક પાસે, આર.કે આઇકોનિક, સ્ટોરેજ, હાઇજેનિક બાબતે નોટિસ આપેલ.
કિરણ કાર્ટ ટેકનોલોજીસ પ્રા.લિઃ R K આઇકોનિક, અયોધ્યા ચોક, યોગ્ય સ્ટોરેજ અંગે નોટીસ આપેલ. પટેલ ગાઠીયા ગોંડલ ચોકડી, રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
(3:09 PM IST)










