News of Friday, 7th August 2026
પડધરી પાસેનો ખોડાપીપર ડેમ ૯૦% ભરાયોઃ ત્રણ ગામોને ચેતવણી

રાજકોટ, તા. ૭: વરસાદથી પાણીની આવક વધતાં પડધરી તાલુકા પાસે આવેલા ખોડાપીપર જળાશયમાં ૯૦ ટકા પાણી ભરાઈ ગયું છે. આથી ડેમ પૂર્ણ ભરાય કે રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.
આ સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ, થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૫૫.૨૭ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૫.૦૪ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૨.૭૯ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૨૬ કયુસેક છે, તેમ પૂર નિયંત્રણ વર્તુળની યાદીમાં ઉમેર્યુ છે
(2:31 PM IST)










