<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સરગમ કલબ દ્વારા વિનામુલ્‍યે જયપુર ફુટ કેમ્‍પ : ૪૪ દર્દીઓએ લાભ લીધો

 

રાજકોટ : સરગમ કલબ અને ઇન્‍ટરનેશનલ સિધ્‍ધાશ્રમ શક્‍તિ સેન્‍ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂના સયુંકત ઉપક્રમે દિવ્‍યાંગો માટે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્‍પ કમાણી ફાઉડેશનના સહયોગથી યોજવામાં આવ્‍યો હતો. આ ત્રણ દિવસીય કેમ્‍પમાં ૪૪ દર્દીએ લાભ લીધો હતો. જેમાં કેલીપર્સનાં દર્દી ૨૧ (લેગ)-પગ નાં દદી ૧૭ અને રીપેરીંગ ૬ દર્દીએ વિનામૂલ્‍યે લાભ લીધો હતો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને રાજ રાજેશ્વર ગુરૂ જણાવ્‍યા અનુસાર આ કેમ્‍પમાં જરૂરતમંદોને વિનામૂલ્‍યે કળત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્‍પની સફળતા માટે સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ રાજ રાજેશ્વર ગુરૂના અને કમાણી ફાઉન્‍ડેશનનાં માર્ગદર્શન હેઠળ દીપકભાઈ કમાણી, રશ્‍મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે. કે. સરાઠ તથા સરગમ કલબના કમિટી મેમ્‍બર અનવરભાઈ ઠેબા, કનૈયાલાલ ગજેરા, કૈલાશબા વાળા, આશાબેન ભૂછડા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્‍યાસ, હર્ષાબેન કથ્રેચા, મિતલબેન ચગ, દિવ્‍યાબેન ઉમરણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્‍પમાં રાજસ્‍થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરેએ સેવા આપેલ. આવનારા તમામ દર્દીઓને વિનામુલ્‍યે ચા પાણીની સેવા પુરી પાડવામાં આવી હતી.

(2:12 PM IST)