તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ગ્રીન ઇન્ડિયાના ભાગરૂપે બાર એસોસિએશન દ્વારા વકીલોને વૃક્ષોના રોપાનું વિતરણ

રાજકોટ, તા.૬: પ્રકળતિનું જતન એ જ માનવજીવનના સુરક્ષિત ભવિષ્યની સાચી મૂડી છે. વળક્ષો વિના પળથ્વી પર જીવનની કલ્પના જ અશકય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા એક પેડ મા કે નામ અભિયાનના ગુજરાતમાં હરિયાળી ક્રાંતિનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે માન્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામના સમર્થનમાં રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નેહલભાઈ શુક્લના વરદ હસ્તે વળક્ષોનો વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે મોટી સંખ્યામાં વકીલ ભાઈ બહેનો ઉપસ્થિત રહા હતા. બાર એસોસિયેશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ એસકે જાડેજા સેક્રેટરી નિલેશભાઈ પટેલ, લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઇ મંડ , ટ્રેઝર પ્રગતિબેન માકડીયા, કારોબારી મેમ્બર સંજયભાઈ ડાંગર, વિજયભાઈ રૈયાણી, મીનલબેન સોનપાલ, કલ્પેશ સાકરીયા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપ પટેલ, બારના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુ, રેવન્યુ બારના રમેશભાઈ કથીરિયા, વિજયભાઈ તોગડિયા, ક્લેમ બારના રાજેશ મહેતા, કપિલ શુક્લા, મહિલા બારના બિનલબેન રવેચીયા, મહેશ્વરી બેન ચૌહાણ, ધારા મૂળચ્છા, દક્ષાબેન બોખાણી સ્મિતાબેન અત્રિ, એકતા જોશી, ક્રિમીનલ બાર એસોસિએશનના હિતુભા જાડેજા, એજીપી સમીરભાઈ ખેરા, પરાગભાઈ શાહ, દિલીપભાઈ મહેતા સહિતના મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહયા હતા
(3:37 PM IST)










