તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ગીફટ પાર્સલ મોકલવાના બહાને સાયબર ફ્રોડ આચરતી વિદેશી ગેંગની મહિલા સહિત ૩ ને રૂરલ પોલીસે ઝડપી લીધા
એરપોર્ટના કર્મચારીની ઓળખ આપી જસદણ પંથકના ફરીયાદીને જર્મનીથી ગીફટ પાર્સલ આવ્યાનુ કહી ઓનલાઇન ૬.૩૧ લાખ મંગાવી છેતરપીંડી કરી : પકડાયેલ મહિલા સહિત ત્રણેય આફ્રિકન એઆઇની મદદથી હિન્દી ભાષામાં વાત કરતો 'તોઃ નોઇડાથી ઝડપી લેવાયા બાદ ટ્રાન્ઝીસ્ટર રીમાન્ડ લઇ જસદણ લવાયાઃ પ દિ'ના રીમાન્ડ મંજુરઃ ત્રણેય વિદેશીઓની અંગ્રેજી ભાષાની જાણકાર પોલીસ ટીમ પુછતાછ થશે :વિદેશી મહિલા જોસેફ્રીન ઉર્ફે એન્જલ ફેસબુક મારફત મિત્રો બનાવી મારા હસબન્ડનું ડેથ થયું છે, એક જ પુત્ર છે મારે તમારા માટે ગીફટ મોકલાવી છે તેમ કહી લોકોને શિશામાં ઉતારતી‘તી : પકડાયેલ ત્રણેય આફ્રિકનના ૧પ બેન્ક એકાઉન્ટ ફ્રીઝઃ પાસપોર્ટ અને અન્ય સાયબર ફ્રોડના ગુન્હા અંગે રૂરલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ સાયબર ક્રાઇમની ટીમ સાથે પકડાયેલ ત્રણેય આરોપીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૪)
રાજકોટ, તા.૬: ફેસબુક મારફતે મિત્રતા કેળવી મોકલવાના બહાને જસદણ પંથકના ફરીયાદી સાથે સાયબર ફ્રોડ આચરનાર મહિલા સહિતની આફ્રિકન ત્રિપુટીને યુપીના ગ્રેટર નોઇડા ખાતેની રૂરલ પોલીસે ઝડપી લીધી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકરાજકોટ રેન્જ, નિર્લિપ્ત રાય માર્ગદર્શન મુજબ વિજય સિંહ ગુર્જર , પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં બનતા સાયબર ગુનાઓનો ટેકનીકલ પદ્ધતિથી ભેદ ઉકેલી આરોપીઓનઝડપી લેવા આપેલ સુચના અન્વયે આપેલ.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્ટેશન રાજકોટ ગ્રામ્ય ગુ.ર.નં.૦૦૦૬/૨૦૨૬ ફરિયાદી ને મહીલા આરોપી જોસેફીન ઉર્ફે એન્જલએ ખોટુ નામના ફેસલુક એકાઉન્ટ દ્વારા ફરીયાદી સાથે મિત્રતા કરી, વોટ્સએપ પર અવાર નવાર મેસેઝ દ્વારા વાતચીત કરી ફરીયાદીને વિશ્વાસમાં લઈ જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યાનું જણાવી ત્યાર બાદ સહ આરોપીઓ તથા મહીલા આરોપીએ મળી ફરીયાદીને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન કરી દિલ્હી એરપોર્ટના કર્મચારી બોલે છે અને ફરીયાદીનું જર્મનીથી પાર્સલ આવેલ છે. તે પાર્સલમાં ૩૦,૦૦૦/- યુરો ડોલર, સોનાનો ચેઇન, આઇફોન મોબાઇલ તથા ઘડીયાળ વીગેરે પાર્સલમા આવેલ છે. તે પાર્સલ છોડાવવા માટે વિવિધ ચાર્જ પેટે ફરીયાદી પાસેથી અલગ અલગ દિવસે અને સમયે ઓનલાઇન કુલ રૂ. ૬,૩૧,૯૦૦/- લઇ ત્યાર બાદ ફરીયાદીને કોઇપણ ગીફટ નહીં મળતા ફરીયાદી દ્વારા આ બાબતે પાર્સલ વિભાગ દિલ્હીનો સંપર્ક કરી તેના પાર્સલ બાબતે ઇન્કવાયરી કરતા તેના નામે કોઇ પાર્સલ આવેલ ન હોય અને તેની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી.
૧ આ ગુનાની તપાસ પો.ઇન્સ. આર.જે.ગોધમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યનાને સોપાતા તપાસ દરમ્યાન સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબર, વોટ્સએપ. બેંક ટ્રાન્ઝેક્શન, IP Logs તથા અન્ય ડિજિટલ પુરાવાઓનું ટેક્રિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા ખાતે રહેતા હોવાનું જાણવા મળતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.એન.કામળીયા તથા એ.એસ.આઇ. હિતેષભાઇ ગામી, પો.હેડકોન્સ, રવિભાઇ ચાવડા,પો.કોન્સ. નયદીપભાઇ વાણીયા તથા મહીલા પો.કોન્સ.હિનાબેન કોડીયાતર, રવિનાબેન હડીયલ નાઓ દિલ્હી ખાતે તપાસમાં હોય તે ટીમને આ ગુન્હાના આરોપીઓ બાબતે મળેલ હીકીકત મુજબની સુચના આપી આરોપીઓને પકડી પાડવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા ટેકનિકલ મદદ તથા સ્થાનિક પોલીસના સહયોગથી ટીમ દ્વારા આરોપી મહિલા (૧) જોસેફીન યાઅનશાહ ઉર્ફે એન્જલ રે.અકારા- ઘાના (૨) મેજેન્જેબી ઇમાની ડેનીલ (રે. તાન્ઝીનીયા (૩) ફીલીપ બાતિસ્તા જોસેફ વેલેન્ટાઇન (રે.લાક્કી-સાઉથ સુદાન)ને યુપીના ગ્રેટ નોઇડા ખાતેથી પકડી પાડી ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડ લઇ જસદણ ખાતે લાવી જસદણ કોર્ટમાં રજૂ કરાતા ત્રણેયને પાંચ દિ'ની રીમાન્ડ ઉપર સોંપાયા છે. ત્રણેયના કબ્જામાંથી ત્રણ પાસપોર્ટ અને ત્રણ મોબાઇલ કબ્જે કરાયા છે. અને કુલ ૧પ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ અંગે પત્રકાર પરીષદમાં વધુ વિગતો આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પકડાયેલ વિદેશી મહિલા જોસેફ્રીન ઉર્ફે એન્જલ ફેસબુક મારફત મિત્રો બનાવી ચેટમાં મારા હસબન્ડનું ડેથ થયું છે અને એક પુત્ર છે, મારી પાસે ઘણા રૂપીયા છે, મારે તમારે માટે ગીફટ મોકલાવી છે તેમ કહી લોકોને શીશામાં ઉતારતી હતી અને બાદમાં ગીફટ પાર્સલ મોકલવાના બહાને કટકે-કટકે ઓનલાઇન રૂપીયા મંગાવી છેતરપીંડી કરતી હતી. જયારે તેના સાગ્રીત મેજેન્જેલી તથા ફિલીપબાતીસ્તા ઓનલાઇન મારફત આવેલા રૂપીયા એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા. પકડાયેલ વિદેશી મહિલા સહિત ત્રણેય આફ્રિકન એઆઇની મદદથી હિન્દી ભાષામાં વાત કરતા હતા.
રૂરલ પોલીસે પકડાયેલ ત્રણેય આફ્રિકનના ૧પ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ત્રણેયના પાસપોર્ટ અને અન્ય સાઇબર ફ્રોડના ગુન્હા અંગે તપાસ હાથ ધરાઇ છે. રીમાન્ડ પર રહેલા ત્રણેય વિદેશીઓની અંગ્રેજી ભાષાના જાણકાર પોલીસની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવશે.
આ કાર્યવાહીમાં તથા સાયબર ક્રાઇમ સમગ્ર સફળ કામગીરી શ્રી વિજયસિંહ ગુર્જર (IPS), પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. જે. ગોધમ, વાયરલેસ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન. કંડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ. એન. કામળીયા, પો.સબ.ઇન્સ.શ્રી વી.કે. સુરાણી ત પોલીસ સ્ટેશનના વાયરલેસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાઠોડ, સી.બી.વાંક, શ્રી એસ.કે.સોલંકી, એ.એસ.આઇ. હિતેષભાઈ ગામી, તથા પો. હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ચાવડા, પ્રકાશભાઇ ડાંગર, ભૌમીકભાઇ સોસા, તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ સોનરાજ, નયદીપભાઈ વાણીયા, મહેશભાઇ ખોડાણી, મહિલા પો. કોન્સ્ટેબલ હિનાબેન કોડીયાતર, રવીનાબેન હડીયલ, પૂજાબેન હેરભા સહિતના જોડાયા હતા.(૪
(2:58 PM IST)










