<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ઘનશ્‍યામસિંહ વાઘેલાની હત્‍યામાં ભક્‍તિનગર પોલીસે વધુ એક આરોપી આનંદને પકડી લીધો

ગુનામાં મદદ કરી હતીઃ ભીલવાસમાં રહેતાં શખ્‍સને પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ ગોહિલ, નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે પકડી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૬: શહેરના જલારામ ચોક પાસે આવેલા ધર્મજીવન કોમ્‍પ્‍લેક્ષ નીચે જૂની અદાવતમાં થયેલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્‍યાના ચકચારી બનાવમાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ સ્‍કોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચલાવી વધુ એક આરોપીની અટકાયત કરી છે.

ઘટનાની વિગતો મુજબ આજથી બે વર્ષ પહેલાં ઘનશ્‍યામસિંહ અનુપસિંહ વાઘેલા પર તેમના મુળ ગામ ભાડેર ખાતે ધર્મેન્‍દ્રસિંહ વાઘેલાના ભાઈ ઘનશ્‍યામસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલાએ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બાબતે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સમાધાન કરવાની વાતે મનદુઃખ રાખી તા. ૧/૮ના રોજ સાંજના સાડા છ વાગ્‍યાના અરસામાં જલારામ ચોક પાસે ધર્મજીવન એપાર્ટમેન્‍ટ નીચે ઘનશ્‍યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ. ૪૨) પર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો.

મુખ્‍ય આરોપી ધર્મેન્‍દ્રસિંહને જે તે વખતે લીંબડીથી ભક્‍તિનગર પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછતાછમાં મદદગારીમા આનંદ ભીમજીભાઈ પરમાર (ઉ.વ.૩૦, રહે. ભીલવાસ શેરી નં. ૨, સદર બજાર)ની સંડોવણી ખુલતાં તેને પણ પકડી લેવાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ એસ.એચ. ગોહિલ, એએસઆઈ નિલેશભાઈ મકવાણા, હેડકોન્‍સ.  હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, કેતનભાઈ બોરીચા, કુલદીપસિંહ ચુડાસમા તથા કોન્‍સ. પ્રકાશભાઈ મકવાણા, નિલેશભાઈ મીયાત્રા, યોગીરાજસિંહ જાડેજા, નરસંગભાઈ ગઢવી, યુવરાજસિંહ જાદવ અને અરજણભાઈ પરમારે આ કામગીરી કરી હતી.

(3:34 PM IST)