તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
રાજકોટ રેલ્વે સ્ટેશને ચાલુ ટ્રેને મહિલાના માથા નીચેથી પર્સ ખેંચી ગઠીયો છનનન
જલગાંવથી ઉપલેટા જઇ રહેલા મેમણ પરિવારના અરાફત નાગવદરીયાની ફરિયાદઃ રોકડ, સોનાના દાગીના સહિત ૯૯ હજારની મત્તા ગઇ

રાજકોટ તા. ૬: રાજકોટ રેલ્વે સ્ટેશને જલગાંવથી પહોંચેલી ટ્રેનમાં ઉંઘી રહેલા મહિલાના માથા નીચેથી ઉઠાવગીર રૂા. ૯૮૯૯૯ની માલમત્તા સાથેનું પર્સ ખેંચીને ભાગી જતાં આ બનાવમાં રેલ્વે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે ગણેશપુરી મહેરૂન ખાતે રહેતાં અને હાર્ડવેરનો વેપાર કરતાં અરાફત અલ્તાફભાઇ નાગવદરીયા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.
અરાફત મેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ તે તથા નાના-નાની, માતા અને અન્ય સભ્યો સાથે તા. ૪ના રોજ કવિગુરૂ એક્સપ્રસ ટ્રેનમાં જલગાંવથી ઉપલેટા આવવા નીકળ્યા હતાં. તા. ૫ના પરોઢે બે વાગ્યે વાંકાનેર સ્ટેશન આસપાસ પરિવાર ઊંઘી રહ્યો હતો. ત્યારબાદ સવારે ૬:૧૦ વાગ્યા આસપાસ ટ્રેન જ્યારે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨-૩ ઉપર આવીને ઊભી રહી અને ઊપડવાની તૈયારીમાં હતી, ત્યારે ઉઠાવગીરે ઊંઘનો લાભ લઈ અરફાતના માતા દિલશાદબેનના માથા નીચે રાખેલું લીલા રંગનું લેડીઝ પર્સ આંચકીને ભાગી ગયો હતો.
ચોરી કરાયેલા પર્સમાં ૧૮ ગ્રામની સોનાની સાંકળી વાળી ચેઇન અને પેન્ડલ મળી રૂા. ૪૩,૨૦૦, ૧૫ ગ્રામની સોનાની બુટી આશરે કિંમત ૩૬,૦૦૦ અને મોબાઇલ ફોન રૂા. ૬૯૯૯નો તેમજ ૫૮૦૦૦નો અને રોકડા ૭૦૦૦ મળી કુલ રૂા. ૯૮૬૯૯ની માલમત્તા હતી. આ અંગે હેડકોન્સ. મહેશભાઇ માલકીયાએ ગુનો દાખલ કરાવતાં તપાસ શરૂ થઇ છે.
(3:34 PM IST)










