<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

આજી નદીના બેઠા પુલની હાલત બિસ્‍મારઃ હજારો લોકો દરરોજ કરે છે અવર-જવરઃ રિપેરીંગ જરૂરી

મ્‍યુ. કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરતા વિસ્‍તારવાસીઓ પુલની બન્‍ને તરફ રેલીંગ તથા સ્‍ટ્રીટ લાઇટ નાખવી અને મસમોટા ખાડા બુરવા જરૂરી

રાજકોટઃ તા.પ, વોર્ડ નં. પ તથા વોર્ડ નં. ૮ ની વચ્‍ચેનો આજીનદીનો ખત્રીવાડ પાસે આવેલ બેઠોપુલ ખુબ જ બિસ્‍માર હાલતમાં હોય સામેકાંઠે જવા-આવવા માટે અસંખ્‍ય લોકો મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત આ બેઠા પુલની આજુબાજુની લોખંડની રેલીંગ અને સ્‍ટ્રીટ લાઇટ નાખવાની સાથે પુલને થોડો ઉચો કરવાની જરૂરત છે ત્‍યાથી પાણી પસાર કાયમ માટે થાય છે.

વર્ષો થી આ પુલ લોકોની સેવા માટે કાર્યરત છે. પરંતુ અગાઉ ચોમાસામાં વરસાદ ખુબજ આવતા પુલની રેલીંગ નીકળી ગયેલ ત્‍યારબાદ રેલીંગ નવી લગાડવામાં આવેલ નથી. વચ્‍ચેના ભાગમાં ખાડાઓમાંસીમેન્‍ટ ક્રોંકીંટ કરવામાં આવેલ.

આ પુલ પાછળ તંત્રએ કોઇ જાળવણીના પગલા ન લેતા આ પુલની હાલત દિવસેને દિવસે બિસ્‍માર થતી જાય છે. આ બેઠા પુલનો તાત્‍કાલીક જીણોધ્‍ધાર કરવા માટે અગાઉ ર૦૦૮ માં ર૦૧પ માં અનેક વખત લેખીત મૌખિક રજુઆતો મ્‍યુ. કમિશ્‍નર તથા અધિકારીઓને કરવામાં આવેલ હતી. અગાઉ ધારાસભ્‍યએ પણ તેમના લેટરથી મ્‍યુ. કમિશ્‍નરને પુલ રીપેરીંગકરાવવો જરૂરી હોય જાણ કરેલ હતી.

છતા આ પુલની હાલત આજ દિવસ સુધી બિસ્‍માર છે. આટલા વર્ષે થયા પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. આજીનદીના બેઠા પુલમાં ખાડા થઇ ગયા છે અને પુલની રેલીંગ પણ નથી પુલ ઉપરથી પાણી પસાર થાય છે.

સામાકાંઠે રહેતા મધ્‍યમવર્ગના લોકો રોજીરોટી મેળવવા હજારો માણસો પ્રતિદિન  આ પુલનો અવર-જવર માટે ઉપયોગ કરે છે. આ પુલ આ લોકો માટે અત્‍યંત મહત્‍વનો હોય વહેલી તકે જીણોધ્‍ધાર કરવા લતાવાસીઓએ સલીમભાઇએ લોટીયા, મોઇઝભાઇ એન. ગાંધીની આગેવાનીમાં મ્‍યુ. કમિશ્‍નરને આવેદન પાઠવ્‍યું હતું.

(3:30 PM IST)