તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
સાધુવાસવાણી રોડ પરની આવાસ યોજના પાસે ગંદકીના ગંજ
લોકો ત્રાહીમામઃ આ સમસ્યા તાકિદે ઉકેલવા લતાવાસીઓની માંગ

રાજકોટ, તા.૫: શહેરના સાધુવાસવાણી રોડ પર મહાનગરપાલિકાની આવાસ યોજના પાસે ગંદકીની સમસ્યા તાકિદે ઉકેલવા જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે મ્યુનિ. કમિશનરને કરેલ રજૂઆતમાં જણાવ્યુ હતુ કે કેટલાક આવાસ ધારકો દ્વારા પ્લાસ્ટીકના ઝબલા ભરીને એઠવાડ તેમજ કચરો આવાસ યોજનાના મુખ્ય દરવાજે ફેકે છે. આથી ગંદકી થાય છે. દુર્ગધ આવે છે.
રોગચાળાનો ભય રહે છે. તેમજ જાહેર આરોગ્ય અને સુખાકારીમાં બધા ઉત્પન્ન થાય છે. લોકોનું જાહેર આરોગ્ય જોખમાઇ છે. તો આ બાબતને ગંભીર પણે લઇને યોગ્ય કરવા જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે.
(3:39 PM IST)










