તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
રાજકોટની લાઇબ્રેરીઓ ધમધમીઃ જુલાઇમાં ૩૫૦ નવા સભ્યો જોડાયા
મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં ગત માસ દરમ્યાન ૬૦,૧૨૭ નાગરીકોએ લીધો લાભ : રાત્રી વાંચનાલયોનો છેલ્લા એક મહિનામાં કુલ ૬,૭૦૭ વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો

રાજકોટ તા.પઃ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય , દંતોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઇ વૈધ લાઈબ્રેરી, ડો . બાબા સાહેબ આંબેડકર ભવન પુસ્તકાલય, ચાણકય પુસ્તકાલય, મનહરપુર લાઈબ્રેરી , બેહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલયો યુનિટ -૧ તથા યુનિટ -૨ માં એક માસ દરમ્યાન ૩૫૦ નવા સભ્યો લાઈબ્રેરીઓ સાથે જોડાયા હતા.
જેમાં સભ્યોની પસંદગી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોના પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ ૯૫૦ પુસ્તકો તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૫૦ જેવા રમકડાં, પઝલ્સ,ગેમ્સ વગેરે ઇશ્યૂમાં મૂકવામાં આવેલા હતા.
વિધાર્થીઓ માટે વિધાર્થી વાંચનાલયોનો સમય રાત્રે ૧૧ વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે , જેનો છેલ્લા એક મહિનામાં કુલ ૬,૭૦૭ વિધાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. આ સુવિધાઓનો જુલાઇ માસમાં ૬૦,૧૨૭ નાગરીકોએ લાભ લીધો હતો. શહેરીજનો દ્વારા લાઈબ્રેરી સેવાઓનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પ્રયત્નો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે , જેનો શહેરના નાગરીકો વધુને વધુ લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.
(3:19 PM IST)










