તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
રાજકોટ લોકમેળોઃ યાંત્રિક સ્ટોલમાં તંત્રને ધુમ કમાણીઃ કૂલ ૩૪માંથી ૩૦ સ્ટોલ વેચાયાઃ દરેકમાં ૨૫થી૩૦ હજાર વધૂ ઉપજયા..
સ્ટોલ ધારકો ઓછા હોય કાર્ટેલનો અવકાશ ઉડી ગયોઃ હવે ૪ સ્ટોલ વેચવાના બાકી.. : કાલે આઇસ્ક્રીમના ૧૭ ચોકઠાની હરાજીઃ તેમાં અપસેટ પ્રાઇઝ ૪ લાખ ૬૦ હજાર..

રાજકોટ, તા.૫: રાજકોટ કલેકટર તંત્ર આયોજીત રેસકોર્ષ ખાતેના ભવ્યાંતિભવ્ય લોકમેળામાં તંત્રને ગઇકાલે ખાણીપીણીના ૩૦ સ્ટોલમાં મબલખ આવક થયા બાદ આજે બપોરે ૧૨ વાગ્યાથી યાંત્રિકના ચકડોળ, મોતના કૂવા, ટોરાટોરા, મોટા ઝૂલા, ટ્રેન વિગેરે કૂલ ૩૪ સ્ટોલની હરરાજી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે રાજકોટ સીટીપ્રાંત-૧ શ્રી ઝાપડા દક્ષિણ મામલતદાર શ્રી સરવૈયા, ડે.કલેકટર શ્રી આચાર્ય વિગેરે દ્વારા શરૂ કરાઇ હતી.
અધીકારી સૂત્રોના કહેવા મુજબ બપોરે ૧ાા વાગ્યા સૂધીમાં યાંત્રિના છ, એફ.જી. એચના કૂલ ૩૪ સ્ટોલમાંથી ૩૦ સ્ટોલની હરરાજી પૂર્ણ થઇ છે, દરેકમાં અપસેટ પ્રાઇઝ અનુક્રમે ૩ લાખ ૩૫ હજાર, ૨ લાખ ૨૫ હજાર, ૪ લાખ ૩૦ હજાર તથા ૪ લાખ ૧૦ હજાર સામે ૨૫થી૩૦ હજાર અને ૨થી૩ સ્ટોલમાં ૪૦થી૪૫ હજાર જેવા વધૂ ભાવો ઉપજયા હતા, તંત્રને ધૂમ કમાણી થઇ છે, હવે ૪ સ્ટોલની હરરાજી બાકી છે, જે બપોરે ૨ાા થી ૩ વાગ્યા પહેલા પૂર્ણ થઇ જશે.
દરમિયાન આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે આઇસ્ક્રીમના ૧૭ ચોકઠાની હરરાજી તંત્ર દ્વારા થશે, જેમાં અપસેટ પ્રાઇઝ ૪ લાખ ૬૦ હજાર રખાઇ છે.
આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલની હરરાજીમાં જેમાં બોલી બોલાઇ નથી અને ૧૦ થી ૧૧ સ્ટોલ બાકી રહયા છે, તે અંગે પણ આવતીકાલે નિણર્ય લેવાશે.
(3:18 PM IST)










