તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
તોફાની વરસાદ તથા સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે પણ લોકમેળામાં કલેકટર તંત્ર દ્વારા NDRF-SDRFની ટીમો તૈનાત કરાશે
બંનેના સ્ટોલ પણ રહેશેઃ લોકોને તમામ સ્તરે જાગૃત કરવા અંગે પણ આયોજન..

રાજકોટ, તા.૫: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ૧૦ થી ૧૨ લાખથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના, જિલ્લા કલેક્ટર અને લોકમેળા સમિતિ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાઇ રહયો છે.
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં ૧૦ થી ૧૨ લાખ કે તેથી વધુ લોકો મેળો માણવા માટે ઉમટી પડે તેવી સંભાવના છે. આટલી મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર અને લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાની તમામ વહીવટી અને સુરક્ષા અંગેની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે ભાગદોડ ન મચે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ વર્ષે મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને ખાસ સ્ટેન્ડ-બાય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે અને જો કોઈ ભાગદોડ, વરસાદ કે અન્ય કોઈ આપાતકાલીન ઘટના બને તો તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે માટે લોકમેળાના સ્થળ પર જ SDRFની ટીમને તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
(3:17 PM IST)










