તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
ભાઇની ખબર કાઢવા જતું દંપતિ ‘હિટ એન્ડ રન'માં ખંડિત થયું: પત્નિનું મોત
કાલાવડ રોડ પર જડ્ડુસ નજીક અકસ્માત સર્જી કારચાલક ફરાર અવધના ક્વાર્ટરમાં રહેતાં વિપુલભાઇ પડીયાના બંને પગ ભાંગી ગયાઃ સારવાર દરમિયાન પત્નિ હીનાબેનનું મોતઃ કારની નંબર પ્લેટ પડી ગઇ

રાજકોટ તા. ૫: કાલાવડ રોડ પર જડ્ડસ ફૂડ ફિલ્ડ હોટલ સામે આવેલા ઓવરબ્રિજ નજીક કારના ચાલકે ટુવ્હીલરને ઉલાળી દેતાં અવધ રોડ પર રહેતાં બ્રહ્મક્ષત્રિય પતિ-પત્નિને ગંભીર ઇજા થઇ હતી. જેમાં સારવાર દરમિયાન પત્નિનું મોત થતાં દંપતિ ખંડીત થયું છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ અવધ ઢાળ પ્રધાનમંત્રી આવાસ ક્વાટર્ગર નં. ૪૦૪માં રહેતાં વિપુલભાઇ નાથાલાલ પડીયા (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી સફેદ રંગની કાર જીજે૦૩એમ-૫૬૭૦ના ચાલક વિરૂધ્ધ ગુનો નોધ્યો છે. બનાવની વિગત મુજબ વિપુલભાઇ ગોકુલધામ મેઇન રોડ પર કાપડનો વેપાર કરે છે. તે અને તેમના પત્નિ હીનાબેન ત૧/૮ના વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ પોતાના મોટાભાઈની ખબર અંતર પુછવા ડિસ્કવર મોટરસાઇકલ જીજે૦૩ડીક્યુ-૭૦૨૮ લઇને નીકળ્યા હતા. દરમિયાન જડ્ડુસ હોટલ પાસેના સિગ્નલ પર કાલાવડ રોડ ક્રોસ કરતી વખતે સામેથી પુરઝડપે આવેલી સફેદ રંગની કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કારચાલક વાહન સાથે નાસી છૂટયો હતો.
અકસ્માતમાં વિપુલભાઈ અને તેમના પત્નિ હીનાબેન રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. ૧૦૮ મારફતે બંનેને સૌથમ એચ.જે.દોશી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં વિપુલભાઈના બંને પગમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. જ્યારે હીનાબેનને માથાના ભાગે ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર અર્થે કુવાડવા રોડ સ્થિત ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાંથી સિવિલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન આજે દમ તોડી દીધો હતો.
અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કારચાલકની કારની નંબર પ્લેટજીજે૦૩એમબી-૫૬૭૦ ઘટનાસ્થળે જ ખરી પડી હતી, જે ભાણેજ દિપલ દ્વારા મેળવી લેવામાં આવી હતી. મૃત્યુ પામનાર હીનાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષી વધુ તપાસ કરે છે.
(3:06 PM IST)










