<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

રાષ્‍ટ્રરક્ષા બંધનઃ ૫૬૩ દીકરીઓએ બનાવેલી ૧૧૧૧ રાખડીઓ ભારતીય સેનાના જવાનોને અર્પણ

શ્રી લાલ બહાદુર શાસ્‍ત્રી કન્‍યાવિદ્યાલય દ્વારા યોજાયો ગૌરવવંતો કાર્યક્રમ

રાજકોટઃ શ્રી લાલ બહાદુર શાસ્‍ત્રી કન્‍યા વિદ્યાલય રાજકોટ દ્વારા શાળાની ૫૬૩ વિદ્યાર્થીની બહેનોએ પોતાના હાથથી બનાવેલી ૧૧૧૧ રાખડીઓ ને આપણા ભારતીય સેનાના સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો જેમાં શ્રી પવન કુમાર (સૌરાષ્ટ્ર રીઝનલ) હેડ પોસ્‍ટ માસ્‍ટર, કેપ્‍ટન જયદેવભાઈ જોશી, ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, મેનેજિગ ટ્રસ્‍ટી, ડો.યજ્ઞેશભાઇ જોશી આચાર્યશ્રી જે જે કુંડલીયા આર્ટસએન્‍ડ કોમર્સ કોલેજ, શ્રી વિજયભાઈ બાબરીયા એજ્‍યુકેશન ઇન્‍સ્‍પેક્‍ટર, શ્રી કાજલબેન એડિશનલ એજ્‍યુકેશન ઇન્‍સ્‍પેક્‍ટર, શી ટીમના શ્રી પલ્‍લવીબેન ઉપસ્‍થિત રહ્યા હતા. દેશના અલગ અલગ જગ્‍યાએ બોર્ડર પર પોતાની ફરજ બજાવતા પોતાના પરિવારથી દૂર પોતાની બહેનથી દૂર રહી રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્રહિત માટે  તમામ કષ્ટો સહન કરી અને આપણી રક્ષા માટે જે સૈનિક ભાઈઓ ફરજ બજાવી અને આપણે સુરક્ષિત રાખે છે તે માટે એલબીએસ શાળાની દીકરીઓ બહેનો દ્વારા રાખડી અને એક લાગણીસભર પત્ર મોકલવાનું ઉમદા કાર્ય  કરવામાં આવ્‍યું હોવાનું યાદીમાં જણાવાયું છે. શાળાના આચાર્યશ્રી ડો  જલ્‍પાબેન ચાવડા તેમજ સમગ્ર સ્‍ટાફ પરિવાર દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી જશવંતીબેન ખાનવાણીએ અને સંકલન ભરતસિહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. તેમ યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:04 PM IST)