તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ: ઓગસ્ટના અંતમાં
ચોમાસાના મોટા રાઉન્ડની શક્યતા: કિશોર ભાડજા

રાજકોટ: ગઈકાલે તા. ૩ ઓગસ્ટ ૨૦૨૬ (અષાઢ વદ પાંચમ, સોમવાર) ના રોજ સવારે ૧૦:૨૫ વાગ્યે સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સમયે ચંદ્ર ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં રહ્યો છે તથા આ નક્ષત્રનું વાહન હાથી છે. આકાશ દર્શન અને પ્રાચીન પરંપરા આધારિત અંદાજો મુજબ, આ નક્ષત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનના જોર સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
૨૩ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ: હવામાનના જાણીતા અભ્યાસુ કિશોરભાઈ ભાડજાના જણાવ્યા અનુસાર, સૂર્ય નક્ષત્ર મધા અડધેથી ઊતરતા જ તારીખ ૨૩ થી ૩૦ ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષના ચોમાસાનો મુખ્ય આધાર (મદાર) આ રાઉન્ડ પર જ રહેશે.
આ સિસ્ટમ્સ બાદ ચોમાસું ધીમે ધીમે નબળું પડવા તરફ આગળ વધશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ મોટા રાઉન્ડ બાદના દિવસોમાં સૂર્ય નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની દરમિયાન પણ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
'ચગી તો ચગી, નહિતર ફગી': આશ્લેષા નક્ષત્રની લોકમાન્યતા: સ્થાનિક લોકબોલી અને પ્રાચીન લોકમાન્યતાઓમાં આશ્લેષા નક્ષત્રને 'ચગી' તરીકે ઓળખવામાં આવે છે. લોકોક્તિ મુજબ, જો આ નક્ષત્રમાં બેસતા કે ઉતરતા વરસાદ થાય તો તે ખૂબ જ જોરદાર અને ધમાકેદાર થાય છે, અને જો વરસાદ ન થાય તો પથ્થર (પાણો) પણ પલળતો નથી! એટલે જ કહેવત છે કે — "ચગી તો ચગી, નહિતર ફગી".
આ તમામ અંદાજો વર્ષોથી ચાલતી આવતી આપણી આકાશ દર્શનની પરંપરા પર આધારિત છે: કિશોર ભાડજા, મો. ૯૫૮૬૫ ૯૦૬૦૧.
(5:32 PM IST)










