તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ગુરૂવારે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક : વિકાસ- સ્વચ્છતા અને ટેકનોલોજી સહિત ૧૫ દરખાસ્તો
ડ્રોનથી મચ્છર નિયંત્રણ, રોલેક્ષ રોડ CC રોડ, કોઠારિયા બોક્સ કલ્વર્ટ, વળક્ષારોપણ, વેરા વ્યાજ માફી અને વિવિધ કોન્ટ્રાક્ટ સહિતના મુદ્દાઓનો નિર્ણય થશે

રાજકોટ, તા., ૪: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવાર, તા. ૦૬ ઓગસ્ટના બપોરે ૧૨.૧૫ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલા સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. બેઠકમાં કુલ ૧૫ મુદ્દાઓ પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યોને લગતી અનેક મહત્વની દરખાસ્તો રજૂ કરવામાં આવશે. તેમાં વોર્ડ નં. ૧૮માં કોઠારિયા ખાતે બોક્સ કલ્વર્ટનું નિર્માણ, રોલેક્ષ રોડને સાઈબાબા સર્કલથી ભવાની ચોક સુધી CC રોડ બનાવવાની કામગીરી, વિવિધ ટી.પી. પ્લોટ અને હેડવર્ક્સ વિસ્તારમાં વળક્ષારોપણ, મિલકતોના જીઓ-ટેગિંગ અને વોટર કનેક્શન ચકાસણી, ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગ નિયંત્રણ, કોમ્પ્યુટર હાર્ડવેરના મેઇન્ટેનન્સ, સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક, રોડ ડિવાઈડર અને સર્કલની જાળવણી, ઇસ્ટ ઝોનના બગીચાઓની જાળવણી, વોર્ડ નં. ૧૫માં દાધા હનુમાન મંદિર માર્ગનું CC રોડ કામ, વોર્ડ નં. ૧૧ અને ૧૨માં ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલની કામગીરી તેમજ ચડત મિલકત વેરા અને વોટર ચાર્જીસ પર વ્યાજ માફી અંગેની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની અઠવાડિક કામગીરીનો અહેવાલ, વોર્ડ કમિટીઓના રોજકામ તથા અધ્યક્ષસ્થાનેથી રજૂ થનારા તાત્કાલિક મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચા માટે લેવામાં આવશે.
આ સ્ટેન્ડીંગ બેઠકમાં ધી જી.પી.એમ.સી. જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૮૯ અન્વયે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની અઠવાડિક કામગીરીના રિપોર્ટ જાણમાં લેવા.
ધી જી.પી.એમ.સી.એકટ-૧૯૪૯ની કલમ-૨૯(ક) હેઠળની જુદી જુદી વોર્ડ કમિટીના રોજકામ જાણમાં લેવા.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડ (NICSI)ના કન્સલ્ટન્ટની કામગીરી આપવા.
શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળની પૂર્વ દિશામાં શિવભવાની રેસીડેન્સી(જુનું કેશરીનંદન) પાસે બોક્સ કલ્વર્ટ બનાવવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા.
શહેરના જુદા જુદા ૬ ટી.પી. પ્લોટ, રામવન ર્પાકિંગ, સર્વે નં.૬૨૫/પી તથા મોટા મવા હેડ વર્કસમાં વળક્ષારોપણની કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ આપવા.
મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના રેકર્ડ પર નોંધાયેલ મિલકતો ખાતે વોટર કનેકશનની ચકાસણી, મિલકતોના રેકર્ડ અપડેટ કરવા, પ્રોપર્ટી જીઓ ટેગીંગના કામનો કોન્ટ્રાક્ટ આપવા.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો બ્રિડિંગ સોર્સનો સર્વે તથા લાર્વીસાઈડ ટ્રીટમેન્ટની કામગીરી માટે દ્વિવાર્ષિક કરાર કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા.કોમ્પ્યુટર વિભાગ હસ્તકના હાર્ડવેર માટે દ્વિવાર્ષિક મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા.
મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ તથા વર્ષ ૨૦૨૭-૨૮ના હિસાબોના સ્ટેચ્યૂટરી ઓડિટ માટે સ્ટેચ્યૂટરી ઓડિટરની નિમણૂક કરવા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલ રોડ સેન્ટ્રલ વર્ઝ, ટ્રાફિક જંકશનના આઇલેન્ડ, સર્કલની જાળવણી નિભાવણી(દ્રિવાર્ષિક) કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા.
ઇસ્ટ ઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ, સીનીયર સિટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી નિભાવણી કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા.
શહેરના વોર્ડ નં.૧૫માં આજી ડેમ ખાતે આવેલ દાધા હનુમાન મંદિરના રોડને હયાત સિમેન્ટ રોડથી બગીચાની દિવાલ સુધી અને બગીચાની દિવાલથી મંદિરના ગેઈટ સુધી સી.સી. કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા.તથા શહેરના વોર્ડ નં.૧૧ અને ૧૨માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવા તેમજ ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસના લેણામાં વ્યાજની માફી આપવા સહિતની ૧પ દરખાસ્તોનો થશે નિર્ણય.
(3:15 PM IST)










