<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

જૂગારના ચાર દરોડામાં મહિલા નગરસેવકના પતિ સહિત ૨૮ પત્તાપ્રેમીઓને પોલીસે પકડયા

ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલાવાળા રોડ અને જામનગર રોડ કપીલા હનુમાન પાસે ઓફિસ તેમજ ઘરમાં દરોડા પાડી મહિલા કોર્પોરેટરના પતિ સહિત ૧૪ને પકડયાઃ માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ જાનકી ફલેટમાંથી ૭ને અને ડીસીબીએ સત્‍યસાઇ રોડ પર ત્રીજા માળે ઓરડીમાંથી ૭ને પકડી લીધા

રાજકોટ તા. ૩: શહેરમાં ઠેકઠેકાણે જૂગારના પાટલા ચાલુ થઇ ગયા હોઇ અને ઘરમાં તેમજ જાહેરમાં પત્તાપ્રેમીઓ ફિલ્‍ડ જમાવી રહ્યા હોઇ પોલીસે સક્રિય બની દરોડા પાડવાનું ચાલુ કર્યુ છે. વધુ ચાર દરોડા પાડી મહિલા નગર સેવકના પતિ સહિત ૨૮ને પકડી લીધા હતાં. જેમાં ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલાવાળા રોડ પર ઓફિસમાં દરોડો પાડી ઓફિસ માલિક સહિત પાંચને જૂગાર રમતાં પકડયા હતાં.  બીજો દરોડો જામનગર રોડ રેલ્‍વે કોલોની સામે રહેતી વૃધ્‍ધાના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૯ને પકડયા હતાં. જ્‍યારે માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ પર ફલેટમાં દરોડો પાડી ઘરધણી યુવાન સહિત ૭ને અને ડીસીબીની ટીમે સત્‍યસાઇ રોડ પર મકાનના ત્રીજા માળે ઓરડીમાં દરોડો પાડી ઘરધણી સહિત ૭ને પકડયા હતાં.

ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા નજીક આશાપુરા રોડ પર વંશરાજ એન્‍ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડો પાડી ઓફિસ માલિક નિકુંજ સંતોષભાઇ સોલંકી (ઉ.વ.૨૭-રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-૨), આ વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિ અમિત પ્રેમરાજભાઇ ચોૈધરી (ઉ.વ.૨૮-રહે. ગાંધીગ્રામ સોસાયટી-૭-બ), કમલેશગીરી અરવિંદગીરી ગોસાઇ (ઉ.વ.૫૦-રહે. જીવંતીકાનગર-૭), વિમલ મહેન્‍દ્રભાઇ જોષી (ઉ.વ.૫૦-રહે. ગાંધીગ્રામ-૫), હરેન્‍દ્રસિંહ કરણસિંહ જાડેજા (ઉ.વ.૨૮-રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-૨)ને ઓફિસમાં બેસી જૂગાર રમતાં હોઇ ઝડપી લઇ રૂા. ૪૫૦૦૦ની રોકડ કબ્‍જે કરી હતી. નિકુંજ પોતાની ઓફિસમાં માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાનો ગુનો દાખલ કરાયો હતો.

જ્‍યારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી જામનગર રોડ રેલ્‍વે કોલોની સામે ક્રિષ્‍ના ફર્નિચર પાસે રહેતા જ્‍યોતિબેન પ્રવિણભાઇ રૂગનાથ (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધાના ઘરમાં દરોડો પાડી તેણીને તથા તેમના પડોશીઓ નીલમબેન શૈલેષભાઇ અગ્રાવત, મુસ્‍કાનબેન ઇમરાનભાઇ ચાનીયા, રમાબેન કાથડભાઇ મકવાણા (રહે. માનસરોવર પાર્ક આજીડેમ ચોકડી), પ્રશાંત રાજકુમારભાઇ જીવનાણી (રહે. રેલનગર આસ્‍થા ચોક), વિશાલ રમેશભાઇ પંડયા (રહે. લક્ષ્મીનગર દાસી જીવણપરા-૩), શૈલેષ ધીરૂભાઇ બારીયા (રહે. બજરંગવાડી રામ મંદિર પાસે), નિલેષ ઘોઘાભાઇ મકવાણા (રહે. સત્‍યમ સોસાયટી-૨) અને શૈલેષ ભૂપતભાઇ અગ્રાવત (રહે. કપીલા હનુમાન પાસે જામનગર રોડ)ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૦૫૩૦ કબ્‍જે લીધા હતાં.

ત્રીજો દરોડો માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ પર પંજાબ હોન્‍ડા નજીક જાનકી કોમ્‍પલેક્ષ ફલેટ નં. ૨૦૨માં પાડી અહિ રહેતાં હર્ષિલ કિશોરભાઇ શાહ (ઉ.વ.૩૩) તથા પાર્થ અશોકભાઇ હીંડોચા (રહે. સુર્યોદય સોસાયટી-૨ કેકેવી હોલ પાસે), શંકુલ નવીનભાઇ સીમેજીયા (રહે. પ્રહલાદ પ્‍લોટ-૪૯, વૃજ હાઉસ એપાર્ટમેન્‍ટ), પ્રતિક રમેશભાઇ ચાવડા (રહે. પરમેશ્વર સોસાયટી  શેરી નં. ૩, નાણાવટી ચોક), મિહીર કમલેશભાઇ સોલંકી (રહે. ગાંધી વસાહત જુનો મોરબી રોડ), મીત ભરતભાઇ દક્ષીણી (રહે.પ્રહલાદ પ્‍લોટ-૨૨, રાજેશ્રી સિનેમા પાછળ) અને રાજ ટહેલરામભાઇ ગીડલાણી (રહે. શુભપ્રભા એપાર્ટમેન્‍ટ કરણપરા-૨૮)ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૫૦૫૦ની રોકડ કબ્‍જે લીધી હતી. પીએસઆઇ એ. બી. ચોૈધરી, કોન્‍સ. રાજેશભાઇ ગઢવી સહિતે આ દરોડો પાડયો હતો.

ચોથા દરોડામાં ડીસીબીની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી પરથી સત્‍ય સાઇ રોડ પર  મારૂતીપાર્ક શેરી નં-૪માં રહેતાં મનસુખ ટપુભાઈ કાચા (ઉ.વ.૫૯)ના ઘરના ત્રીજા માળે આવેલી ઓરડીમાં દરોડો પાડી તેના સહિત ૭ને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૩૨૬૦૦ કબ્‍જે લીધા હતાં. પોલીસે ઘરધણી  મનસુખ કાચા તેમજ રમવા આવેલા ધીરૂ અમૃતલાલ ચોટલીયા (ઉ.વ.૫૯-રહે. રજત સોસાયટી, આહીર ચોક પાસ), કમલેશ રાઘવભાઈ સોજીત્રા (ઉ.વ.૪૫, રહે. શ્રદ્ધાપાર્ક સોસાયટી, ડી માર્ટ બાજુમાં, કોઠારીયા રોડ), કરશન કેશવજીભાઈ રાઠોડ (ઉ.વ.૫૯, રહે. સહકાર સોસાયટી, કોઠારીયા રોડ), રમેશ પોપટભાઈ પરસાણા (ઉ.વ.૬૦, રહે. ઈગલ રેસિડેન્‍સી, ગોવર્ધન ચોક), જયસુખ ભીમજીભાઈ મેંદપરા (ઉ.વ.૫૩, રહે. ગંગોત્રીપાર્ક એપાર્ટમેન્‍ટ, રૈયારોડ) અને  મનીષ વીનુભાઈ વીરમગામા (ઉ.વ.૫૭, રહે. જશરાજનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ)ને પકડી લીધા હતાં. પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્‍સ. જીલુભાઇ ગરચર સહિતની ટીમે આ દરોડો હેડકોનસ. સાગરભાઇ માવદીયાની બાતમી પરથી પાડયો હતો.

(2:42 PM IST)