News of Tuesday, 4th August 2026
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચૂંટણીમાં કાલે મતદાર યાદી પ્રસિધ્ધ થશેઃ ૨૦મીએ મતદાન?!
જાહેરનામુ પણ સંભવતઃ કાલે બહાર પડવાની શકયતાઃ રાજકીય ઉતેજના...

રાજકોટ તા.૪: રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થઇ છે.
જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે ઇન્ચાર્જ સીટી પ્રાંત-ર શ્રી આચાર્યની નિમણૂક કરવામાં આવી છે.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ આવતીકાલે ફાઈનલ મતદાર યાદી જાહેર થશે અને ચૂંટણીનું જાહેરનામું પણ બહાર પડી શકે તેવી શકયતા છે.
કુલ ૬૧ જેટલા મતદારો લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં મતદાન કરશે.
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની પાંચ વર્ષની મુદત ગત તા. ૨૪/૦૬/૨૦૨૫ ના રોજ પૂર્ણ થઈ ચૂકી હતી.
જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અગાઉ તા. ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
આ જાહેરનામાની રૂએ વહીવટી કે અન્ય કારણોસર સંઘની ચૂંટણી યોજવામાંથી ૬ માસ માટે મુક્તિ આપવામાં આવી હતી.
સરકાર આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયા પર થોડા સમય માટે વિરામ લાગ્યો હતો, પરંતુ હવે નિર્ધારિત સમય મર્યાદા અને નિયમો અનુસાર ચૂંટણી પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આવતીકાલે ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવશે. અને ચૂંટણીનું જાહેરનામું પણ બહાર પડી દેવામાં આવ્યું છે.
કુલ ૬૧ જેટલા મતદારો લોધીકા સહકારી ખરીદ મતદારો છે. સંભવતઃ ૨૦ તારીખની આજુબાજુમાં રાલો સંઘની ચૂંટણી પણ યોજાઈ શકે છે.
(3:35 PM IST)










