News of Tuesday, 4th August 2026
નાગદાનભાઇ જિલ્લા પંચાયતની મુલાકાતેઃ નવા પદાધિકારીઓને શુભેચ્છા

રાજકોટઃ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી નાગદાનભાઇ ચાવડાએ ગઇકાલે જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લઇ નવા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સમિતિઓના અધ્યક્ષને મળી શુભેચ્છા પાઠવેલ. તાલુકા ભાજપના અગ્રણી રાજેષ (રાજા) ચાવડા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ ઉપરોકત તસ્વીર નાગદાનભાઇએ કારોબારી સમિતિના અધ્યક્ષ નરશીભાઇ સોજીત્રાનું ગુલદસ્તાથી સન્માન કરેલ તે વખતની તસવીર
(2:15 PM IST)










