તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
રાજકોટ રૈયાધારના ૬૫ વર્ષિય વૃધ્ધ નારણભાઇ સમેચા ગૂમ
જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસને જાણ કરવી

રાજકોટ તા. ૪: રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં નારણભાઇ અજમલભાઇ સમેચા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધ તા. ૯/૯/૨૩ના સાંજે છએક વાગ્યે ઘરેથી રામાપીર ચોકડીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તેમના દિકરા રાજુભાઇ સમેચાએ જાણ કરતાં પીએસઆઇ એ. બી. ચાવડાએ તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતા વૃધ્ધ વિશે કોઇને માહિતી હોય તો ગાંધીગ્રામ પોલીસને ૬૩૫૯૬ ૨૭૩૮૧ અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર જાણ કરવા જણાવાયું છે
(11:27 AM IST)










