News of Tuesday, 4th August 2026
આગામી ૩૦ ઓગસ્ટથી ર૬ સપ્ટેમ્બર સુધી રાજકોટ જીલ્લામાં ગણપતિ સ્થાપના-વિસર્જન-પંડાલ અંગે અનેક પ્રતિબંધો
પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવી કે વેચાણ ઉપર પણ કડક નિયંત્રણો એડી. કલેકટરનું જાહેરનામું: ૯ ફુટની વધુ ઉંચી મૂર્તિ નહિ ચાલેઃ પંડાલમાં સીસીટીવી ફરજીયાત

રાજકોટ તા. ૪ :.. મુર્તિ વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વર્ષ ર૦ર૦ માં રીવાઇઝડ સુચનાઓ અપાઇ છે.
મુર્તિઓનું વિસર્જન કરવા બાબતમાં ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં રીટ પીટીશન (પી. આઇ. એલ.) ૧પ૬/ર૦૧૮ માં તા. ૧૧-૯-ર૦૧૮ ના ઓરલ ઓર્ડરથી મૂર્તિ વિસર્જન કરવા અંગે સુચનાઓ થઇ આવેલ છે. સદરહુ બાબતે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગરના તા. ૧૦-૬-ર૦ર૬ ના પત્ર ક્રમાંક થી આવેલ. સુચનાનુસાર ચાલુ વર્ષે આ બાબતનું જાહેરનામું પ્રસિધ્ધ કરવાનું થાય છે. જેથી રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આગામી ગણેશ મહોત્સ્વ નિમિતે મૂર્તિ વિસર્જન કરવા પર્યાવરથી જાળવણી, જળષાોતોમાં પ્રદુષણ થતું અટકાવવા સબંધમાં તેમજ જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તથા જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવાના હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ થી મળેલ અધિકારની રૂએ અધિક જીલ્લામાં મેજીસ્ટ્રેટ શ્રી બારોટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૮-ર૦ર૬ થી તા. ર૬-૯-ર૦ર૬ સુધીની મુદત માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવા છે.
ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૯ ફુટ કરતા વધારે ઉંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર, નકકી કરેલ વિસર્જન સ્થળો અને લીધેલ મંજૂરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઇ દરીયા, નદી, તળાવ, કુદરતી જળષાોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર., મૂર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મૂર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા ઉપર તેમજ મૂર્તિઓના બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમીકલયુકત રંગોનો ઉપયોગ કરવા ઉપર, શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેંચાણમાં ન થયેલ તથા ખંડીત થયેલ મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર તેમજ કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
ગણેશ પંડાલ પર સીસીટીવી ફરજીયાત બનાવાયા છે. અગ્નિશામક પણ ફરજીયાત રહેશે.
(11:00 AM IST)










