<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રાજકોટ પ્રવાસ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉમિયાધામ સીદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીના નિવાસસ્‍થાને સૌજન્‍ય મુલાકાત

આ મુલાકાત પ્રસંગે સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, ડો. પ્રશાંતભાઈ કોરાટ અને શહેર ભાજપા અધ્‍યક્ષ માધવભાઈ દવે સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ : ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેઓના રાજકોટ પ્રવાસ દરમિયાન ઉમિયાધામ સીદસરના પ્રમુખ, સામાજિક અગ્રણી તેમજ જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીના નિવાસસ્‍થાને એક સૌજન્‍ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને અગ્રણીઓ વચ્‍ચે વિવિધ સામાજિક અને સાંસ્‍કૃતિક બાબતો પર ચર્ચા-વિચારણાઓ થઈ હતી. આ ગરિમાપૂર્ણ પ્રસંગે સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ મહામંત્રીઓ અનિરુદ્ધભાઈ દવે તેમજ ડો. પ્રશાંતભાઈ કોરાટ વિશેષ રૂપે ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકોટ શહેર ભાજપા અધ્‍યક્ષ માધવભાઈ દવે સહિતના પક્ષના વરિષ્ઠ આગેવાનો, સ્‍થાનિક રાજકીય નેતાઓ, શહેરના જાણીતા અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સામાજિક સંસ્‍થાઓના અગ્રણીઓ પણ આ મુલાકાત દરમિયાન ખાસ હાજર રહ્યા હતા અને એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. 

(11:04 AM IST)